એલોન રાક્ષસ ના મૂડમાં આવી ગયો છે

એલોન  રાક્ષસ ના મૂડમાં આવી ગયો છે

Mnf network :સ્ટીવ જોબ્સ, આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને લિયોનાર્ડેા દા વિન્સીના જીવનચરિત્રો માટે પ્રખ્યાત વ્યકિત, વોલ્ટર આઇઝેકસન દ્રારા ઈલોન મસ્કના બહત્પપ્રતીક્ષિત જીવનચરિત્રમાં ઈલોન મસ્કનું એક જટિલ પાત્ર તરીકે ચિત્રણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં કેટલાક લોકો રાક્ષસી ઉત્સાહ તરીકે જેને વર્ણવે છે તે ડેમોનિક ઝીલ દ્રારા સંચાલિત મસ્કનું અનેક પાસાં ધરાવતું જીવન - એક દબગં પિતા સાથેના તેના પ્રારંભિક સંઘર્ષથી લઈને તેના તાજેતરના બિનપરંપરાગત મેનેજમેન્ટ નિર્ણયો સુધીની બાબતો નજીકથી જોવા મળે છે.

મસ્ક પરનું આઇઝેકસનનું પુસ્તક તેના સત્તાવાર પ્રકાશન પહેલાં જ યુનાઇટેડ સ્ટેટસમાં બેસ્ટ સેલર બની ગયું છે. ૬૦૦ થી વધુ પૃો હોવા છતાં, તેણે એમેઝોનના યુએસ ચાર્ટમાં ટોચના સ્થાને એડવાન્સ ઓર્ડર સાથે મીડિયા અને વાચકો બંનેનું ધ્યાન ખેંચ્યું છે. 

 આ પ્રારંભિક જીવનની અશાંતિ છે જે મસ્કની અત્યતં ઉત્પાદકતા અને અપ્રતિમ મહત્વાકાંક્ષા પાછળનું પ્રેરક બળ બની ગયું છે. પુસ્તકમાં મસ્કના ભૂતપૂર્વ ભાગીદાર, ગ્રીમ્સ પાસેથી એક શબ્દ લેવામાં આવ્યો છે, જે આ પ્રેરક શકિતને રાક્ષસ મોડ તરીકે વર્ણવે છે.યારે મસ્કના પ્રારંભિક જીવનના ઘણા પાસાઓ પહેલાથી જ સાર્વજનિક ડોમેનમાં છે, આઇઝેકસનનું કાર્ય મસ્કના તાજેતરના સાહસોમાં નવી આંતરધ્ષ્ટ્રિ પ્રદાન કરે છે. આ પુસ્તક એક ઘટનાનું વર્ણન કરે છે યાં યુક્રેનિયન સૈન્યને સ્ટારલિંક ઈન્ટરનેટ એકસેસ નકારવાના મસ્કના નિર્ણયથી કિવ સાથે તણાવ થયો. જો કે, આ પ્રસંગની સત્યતા પર પાછળથી મસ્ક દ્રારા જ પ્રશ્ન કરવામાં આવ્યો હતો તેમ એએફપીએ અહેવાલ આપ્યો હતો.

મસ્ક દ્રારા ટિટર હસ્તગત કરવું, જેને હવે એકસ તરીકે પુન:બ્રાંડ કરવામાં આવ્યું છે, તેને પણ આઇઝેકસનના વર્ણનમાં નોંધપાત્ર કવરેજ મળે છે.  મસ્ક અને તેની ટીમે આંતરિક સંદેશાવ્યવહારનો ઉપયોગ કર્યેા, જેના કારણે અસંખ્ય કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા જેમણે નવા મેનેજમેન્ટ વિશે રિઝર્વેશન વ્યકત કયુ હતું.