માઉન્ટ આબુ અને શ્રીરામ વચ્ચે છે ખાસ નાતો: યુગો-યુગોથી થઈ રહ્યા છે ચમત્કાર

માઉન્ટ આબુ અને શ્રીરામ વચ્ચે છે ખાસ નાતો: યુગો-યુગોથી થઈ રહ્યા છે ચમત્કાર

Mnf network:  રાજસ્થાનમાં આવેલ માઉન્ટ આબૂ એક પ્રવાસન સ્થળ છે. આ પર્વતને પહેલા તીર્થરાજ આબૂ અને અર્બુદાંચલ નામથી ઓળખવામાં આવતું હતું. ધાર્મિક માન્યતા અનુસાર આબૂરાજનું એક અલગ મહત્ત્વ છે. માઉન્ટ આબૂની પર્વતમાળાઓમાં મહર્ષિ વશિષ્ઠનો આશ્રમ હતો.

ભગવાન રામે તેમના ભાઈ ભરત, શત્રુધ્ન અને લક્ષ્‍મણ સાથે આ આશ્રમમાં રહીને શિક્ષા ગ્રહણ કરી હતી. ગુરુ વશિષ્ઠે તપબળથી અગ્નિકુંડમાંથી ક્ષત્રિય વંશના ચાર ગોત્રની ઉત્પત્તિ કરી હતી. 

રાજા દિલીપને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ 

આબૂ પર્વત પર મહર્ષિ વશિષ્ઠનો આશ્રમ છે. આ આશ્રમની આસપાસ મનમોહક હરિયાળી અને શાંતિ છે. માનવામાં આવે છે કે, રાજા દશરથના પરદાદા રાજા દિલીપને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ મળ્યા હતો. રાજા દિલીપને વર્ષો સુધી કોઈ પુત્ર ના થતા ઋષિ વશિષ્ઠ પાસે પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ લેવા માટે આશ્રમ ગયા હતા. ઋષિ વશિષ્ઠની આજ્ઞા અનુસાર રાજા દિલીપે 21 દિવસ સુધી આ આશ્રમમાં તેમના પત્ની મહારાણી સુદક્ષણા સાથે મળીને ગાય નંદિનીની સેવા કરી હતી. નંદિનીના આશીર્વાદથી તેમને પુત્ર પ્રાપ્તિ થઈ હતી અને આ પુત્રનું નામ રઘુ હતું. 

રઘુકુળનો અનેક પેઢીઓ સુધી સંબંધ

રાજા દશરથના ચાર પુત્ર રામ, ભરત, લક્ષ્‍મણ અને ક્ષત્રુધ્ને આ આશ્રમમાં શિક્ષા મેળવી હતી. ચાર ભાઈઓએ ઋષિ વશિષ્ઠના સાનિધ્યમાં આ આશ્રમમાં તપસ્વીઓ જેવું કઠોર જીવન પસાર કર્યું હતું. 

સૂર્યવંશી ક્ષત્રીઓની ઉત્પત્તિ

ઋષિ વશિષ્ઠના આશ્રમમાં ભગવાન રામ અને લક્ષ્‍મણ, ઋષિ વશિષ્ઠ તથા તેમની પત્ની અરુંધતિની મૂર્તિઓ સ્થાપિત છે. આશ્રમમાં ઋષિ વશિષ્ઠ તેમના શિષ્યો સાથે યજ્ઞ કરતા હતા, તે પ્રાચીન હવન કુંડના પણ દર્શન થઈ શકે છે. ઋષિ વશિષ્ઠે આહવાન કરીને આ હવનકુંડથી ક્ષત્રિયના ચાર વંશ પરમાર, પ્રતિહાર, સોલંકી અને ચૌહાણ વંશની ઉત્પત્તિ કરી હતી. 

અવિરત જળધારા

ઋષિ વશિષ્ઠ આશ્રમના મહંત તુલસીદાસ જણાવે છે કે, આશ્રમના પ્રવેશ દ્વાર પર જળધારા વહેતી રહે છે. આ લુપ્ત થયેલ સરસ્વતી છે. આ જળધારા સતયુગથી અવિરત વહી રહી છે. દુષ્કાળ પડે તો પણ આ અવિરત જળધારા વહેતી રહે છે. આ સ્થાનને ગોઉ મુખ નામથી ઓળખવામાં આવે છે. સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી તેમાંથી ગરમ પાણી આવે છે.