સુરત : VNSGU આયોજીત રામોત્સવ કાર્યક્રમમાં ગીતાબેન રબારીએ ભજનોની રમઝટ બોલાવી : વાતાવરણ રામમય બન્યું
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : સુરત ની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ થનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઈને રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 21 જાન્યુઆરીના રોજ ગીતા રબારીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલ ગીતાબેન રબારી ના ડાયરા ના પ્રોગ્રામોમાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. જો કે ગીતાબેન રબારી એ પોતાના ભજનોની રમઝટ બોલાવીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું.