ભાજપના આ ધારાસભ્યની કામગીરીને લઈ રચાઈ કવિતા જેનું PM મોદીના વતન વડનગર સાથે છે ખાસ કનેક્શન

ભાજપના ધારાસભ્ય ની કામગીરી પ્રભાવિત થઈ રચવામાં આવી સુંદર કવિતા જે સોશિયલ મીડિયામાં થઇ રહી છે જોરદાર વાયરસ

ભાજપના આ ધારાસભ્યની કામગીરીને લઈ રચાઈ કવિતા જેનું PM મોદીના વતન વડનગર સાથે છે ખાસ કનેક્શન

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) :  સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ દ્વારા સક્રિય ધારાસભ્ય નું બિરુદ મેળવનાર ઊંઝાના ધારાસભ્ય ડોક્ટર આશાબેન પટેલ ના નેતૃત્વમાં ઊંઝા અને વડનગર પંથક ગતિશીલ બન્યું છે ઊંઝા નું વર્ષો જુનું સરકારી સાયન્સ કોલેજ નું સ્વપ્ન અને વડનગરમાં તાનારીરી યુનિવર્સિટી તેમજ એપીએમસીના નવીનીકરણ નું સ્વપ્ન ડોક્ટર આશાબેન પટેલના નેતૃત્વમાં સાર્થક થયું છે ત્યારે તેમની આ વિકાસશીલ કાર્યપદ્ધતિથી પ્રભાવિત થઈને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગર ના એક યુવાને ડોક્ટર આશાબેન પટેલ માટે તેમની કાર્યપદ્ધતિ ને વર્ણવતી એક કવિતાની રચના કરી છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે.

                                                                                                  ધારાસભ્ય ડો. આશાબેન પટેલ માટે કવિતાની રચના કરનાર કવિ હૃદય ધરાવતો યુવાન નિકુંજ પ્રજાપતિ હાલમાં શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલ છે. અને એક સમયે નિકુંજ પ્રજાપતિ ડો.આશાબેન પટેલ નો વિદ્યાર્થી રહી ચુક્યો છે. ડો. આશાબેન પટેલ પીએચડી ડિગ્રી ધરાવતા હોઈ વિસનગરની એમ.એન સાયન્સ કોલેજમાં સેવાઓ આપે છે. ત્યારે આ એમ.એન સાયન્સ કોલેજમાં અભ્યાસ કરનાર નિકુંજ ડો આશાબેન પટેલ ની ધારાસભ્ય તરીકેની કામગીરી થી ખૂબ જ પ્રભાવિત થયો હતો અને તેણે કવિતાની રચના કરી હતી. જો કે નિકુંજે આ ઉપરાંત પણ ઘણી બધી કવિતાઓની રચના કરી છે.

                                                                                             નિકુંજે પોતાની કવિતામાં ડોક્ટર આશાબેન પટેલની શૈક્ષણિક કારકિર્દીના વખાણ કરી વર્ણવ્યું છે કે પોતાના માર્ગમાં આવનાર અનેક અવરોધો પાર કરી ધારાસભ્ય પદ સુધી પહોંચનાર આશાબેન સાચા અર્થમાં શાંતિ અને સલામતીના હિમાયતી બન્યાં છે.માતૃભૂમિનું ઋણ ચૂકવવા તૈયાર રહેનાર આશાબેને સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બન્યાં હતાં.પોતાના વિસ્તારના મતદારોની સમસ્યાઓના નિરાકરણ માટે તત્પર રહેનાર ડો.આશાબેન પટેલની કામગીરીની કવિએ પ્રશંસા કરતાં લખ્યું છે કે તેમની કામગીરી અન્ય કરતાં ઘણી નિરાલી છે.