ઊંઝા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો : વિપક્ષનો સફાયો
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ ) : ગુજરાત માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે પરિણામો આવી રહ્યા છે ત્યારે મોટાભાગની સીટો ઉપર ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત થઈ રહી છે જેમાં ઊંઝા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ સીટો ઉપર ભાજપની ભવ્ય જીત થતા વિપક્ષનો સફાયો બોલી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા તાલુકાની ૧૮ માંથી ૧૮ તાલુકા પંચાયત સીટ તેમજ 3 માંથી 3 જિલ્લા પંચાયત સીટ પર ભાજપનો ભવ્ય વિજય નોંધાયો છે. આ મુદ્દે ઉંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક જીત પાછળ ધારાસભ્ય નું માર્ગદર્શન, અડગ વિશ્વાસ, કાર્યકર્તાઓની મહેનત અને જનતાના વિકાસપ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આમ ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપનું પ્રભુત્વ અકબંધ રહ્યું છે.