ઊંઝા : ન.પા.ચૂંટણીમાં વોર્ડ નં 5 ના વિજેતા ભાજપ ઉમેદવાર અલ્કેશ પટેલે બનાવ્યો રેકર્ડ, જાણો
મોર્નિંગ ન્યુઝ ફોક્સ, ઊંઝા : ઊંઝા નગરપાલિકાના આજે આવેલા ચૂંટણી પરિણામોમાં ભાજપની ભવ્ય જીત થઈ હોવાના સમાચારો છે જેમાં વોર્ડ નંબર 5 માંથી ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટણી લડી રહેલા અલ્કેશભાઇ મોહનલાલ પટેલની ભવ્ય જીત થઈ છે.
અત્રે નોંધાનીય છે કે વોર્ડ નંબર પાંચમાં ભાજપના સિમ્બોલ પર જીતેલા અલ્કેશભાઇ મોહનલાલ પટેલ એ સૌથી વધારે મતોથી વિજેતા બનવાનો રેકોર્ડ બનાવ્યો છે.કુલ વોટિંગ 3007 થયું હતું જેમાં અલ્કેશ પટેલને 2557 મત પ્રાપ્ત થયા હતા. આમ 85% મત મેળવનાર અલ્કેશ પટેલ ઊંઝા નગરપાલિકાના ભાજપના પ્રથમ વિજેતા કોર્પોરેટર હોઈ શકે છે. આ બદલ અલ્કેશ પટેલે તમામ મતદાતાઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો છે.