ઊંઝા : 14 બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં જો અપક્ષ જીતે અને ભાજપ હારશે તો હાર નું ઠીકરું કોના માથે ? શહેર પ્રમુખ જવાબદારી લેશે ?
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચૂના ) : ઊંઝા નગરપાલિકામાં કુલ 9 વોર્ડના 22 જેટલા ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે જેને લઇને ભાજપ ગેલ માં છે પરંતુ જે 14 બેઠકો પર આગામી સમયમાં ચૂંટણી યોજાવવાની છે ત્યાં અપક્ષ ઉમેદવારોનું પ્રભુત્વ સૌથી વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જે ૧૪ બેઠકો ઉપર ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે તેમાં અપક્ષ તરીકે ચૂંટણી લડનાર કેટલાક ઉમેદવારો ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે સંકળાયેલા છે અને તેમને ટિકિટ ન મળવાથી તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડી રહ્યા છે. કારણકે ટિકિટ ફાળવણીમાં ભાજપ શહેર પ્રમુખ ની પણ દખલગીરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે હવે કાર્યકરોમાં ચર્ચા એ છે કે શું આ 14 બેઠકો પર થી મોટાભાગની મહત્વની બેઠકો પર ભાજપ ચૂંટણી હારી જશે તો તેની હારનું ઠિકરું કોના માથે ફોડવામાં આવશે ? શું આ ૧૪ બેઠકો પરથી મોટા ભાગની બેઠકો પર ભાજપની હાર થશે તો ક્યાંક ને ક્યાંક શહેર પ્રમુખની દખલગીરી કારણરૂપ હોઈ શકે છે ? જો હાર થાય તો તેની જવાબદારી શહેર પ્રમુખ લેશે ખરા ? પરિણામ શું આવશે એ તો સમય જ બતાવશે !