ઊંઝા નગર પાલિકાના ત્રણ નગર સેવકોને મળ્યું વિશેષ સન્માનપત્ર : જાણીને કરશો પ્રસંશા

ઊંઝા નગરપાલિકાના ત્રણ નગર સેવકોની કામગીરીની પાલિકાએ કરી પ્રશંસા
ત્રણ નગર સેવકોને આપ્યા સન્માન પત્ર
મોર્નિંગ. ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ ) : ઊંઝા નગરપાલિકાએ પાલિકામાં સક્રિય કામગીરી કરનાર 3 નગરસેવકોને સન્માનિત કરીને એક નવો રાહ ચિંધ્યો છે. ત્યારે આ ત્રણ નગર સેવકો પૈકી અલકેશભાઈ પટેલ એ સૌથી સક્રિય નગરસેવક છે. નગરના નાના-મોટા પ્રશ્નો મુદ્દે હંમેશા તેઓ પ્રજા હિતમાં પોતાનો અવાજ ઉઠાવતા રહે છે અને પ્રજાની અગવડતાઓને સગવડતામાં ફેરવવા માટે કમર કસવામાં કાંઈ જ બાકી રાખતા નથી. ત્યારે તાજેતરમાં પાલિકા એ તેમની કામગીરીની કદર કરીને તેમને સવિશેષ સન્માન આપ્યું છે.
સન્માનિત થયેલ નગરસેવક
પટેલ અલ્કેશભાઈ પટેલ. - વોર્ડ 5
હિરેનભાઈ પટેલ (રામદેવ) – વોર્ડ 8
સંદીપભાઈ પટેલ (કેપ્ટન ) – વોર્ડ 2
પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા નગર માં છેલ્લા સાડા ચાર વર્ષથી વોર્ડ નંબર 5 માં નગર સેવક તરીકે જવાબદારી અદા કરનાર નગર સેવક અલ્કેશભાઇ પટેલને પાલિકાએ "CERTIFICATE OF APPRECIATION" અર્પણ કરી તેમનું સન્માન કર્યું છે. આ સાથે બીજા બે નગર સેવકોને પણ આ સન્માન પ્રાપ્ત થયું છે. જે ખરેખર ઊંઝા નગરપાલિકા અને સમગ્ર નગર માટે એક ગૌરવની બાબત કહી શકાય. જોકે નગર સેવક અલકેશભાઈ પટેલ સહિત ત્રણે નગરસેવકોએ પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ અને સમગ્ર પાલિકાનો આભાર વ્યક્ત કર્યો છે.