સુરત : મેયર ની નબળી કામગીરી સામે નગરજનોમાં રોષ : સમસ્યાઓ સામે આંખ મિંચામણા

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા & સુના સો ચુના ) : સુરતમાં નવનિયુક્ત મેયર ની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે ખુદ મેયરના વિસ્તારમાં જ અનેક સમસ્યાઓનો લોકો સામનો કરી રહ્યા છે.

સુરતના મેયરના વિસ્તાર કતારગામમાં હાલમાં રોડ-રસ્તા, પાણી, ગટર, રખડતા ઢોર અને કચરાના ઢગલાને લઈને અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે.જોકે પોતાના વિસ્તારની સમસ્યાઓનું જ સમાધાન નહીં કરી શકનાર મેયર હવે શહેરની સમસ્યાઓનું સમાધાન કેવી રીતે કરશે એ પણ એક મોટો પ્રશ્ન છે.

અત્રે નોંધાની એ છે કે થોડાક દિવસ પહેલાં મેયર દ્વારા કતારગામ અને અડાજણના જનસેવા કેન્દ્રોની સરપ્રાઈઝ મુલાકાત લેવાનો પબ્લિક સ્ટંટ કરાયો હતો. પરંતુ સસ્તી પ્રસિદ્ધિ મેળવનાર મેયર પોતાના વિસ્તારની સમસ્યાઓ તરફ કોણ જાણે કેમ આંખ મિંચામણા કર્યા હોય તેવું લાગી રહ્યું છે.