ઊંઝાના રાજકારણમાં ખળ ભળાટ ! ભાજપની રેલીમાં કોના પગ નીચે આવશે રેલો ? શું ભાજપ શહેર પ્રમુખ મુદ્દે કોર્પોરેટરો માં પણ છે નારાજગી ?

ઊંઝાના રાજકારણમાં ખળ ભળાટ !  ભાજપની રેલીમાં કોના પગ નીચે આવશે રેલો ? શું ભાજપ શહેર પ્રમુખ મુદ્દે કોર્પોરેટરો માં પણ છે નારાજગી ?

ધ્વજ રેલી માં કાર્યકરો ની પાંખી હાજરી

મોટા ભાગના ભાજપના કોર્પોરેટરો ની પણ ગેર હાજરી

શહેર પ્રમુખ ની વરણી મુદ્દે પાટીદારો માં છે છુપો રોષ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના & દિખા સો લિખા ) : 6 એપ્રિલ 2025 ના રોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ તેમજ રામનવમી ને લઈને ભાજપ દ્વારા સવારે 8:15 કલાકે રામજી મંદિર (રમણ વાડી પાસે) થી ધારાસભ્ય કાર્યાલય સુધી ધ્વજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના કાર્યકરો તેમજ નગરપાલિકાના કોર્પોરેટરોની પાંખી હાજરી જોવા મળી હતી. જેને લઈને હવે અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા શહેર ભાજપ પ્રમુખ ની વરણીમાં પાટીદાર ચહેરાની બાદબાકી કરવામાં આવી હતી જેને ઊંઝાના પાટીદારોમાં છુપો રોષ હતો. ત્યારે આજે યોજાયેલી ભાજપની આ રેલીમાં કાર્યકરોની પાંખી હાજરી એ ક્યાંક ને ક્યાંક ભાજપ પ્રત્યે પાટીદારોની નારાજગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે નગરપાલિકામાં અનેક કોર્પોરેટરો નારાજ હોવાનું મનાય છે. કારણ કે આજે યોજાયેલી આ ભાજપની રેલીમાં કોર્પોરેટરો માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા જ હાજર રહ્યા હતા. એટલું જ નહીં આજના કાર્યક્રમ નિમિત્તે યોજાયેલી અગાઉની મિટિંગમાં પણ કોર્પોરેટરોની પાંખી હાજરી હોવાનું ચર્ચાય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક શહેર પ્રમુખની વરણી મુદ્દે પાટીદારોમાં રહેલો આ છૂપા રોષ હવે ધીમે ધીમે પ્રગટ થઈ રહ્યો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આવનાર સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓમાં પાટીદારો ભાજપની પડખે રહેશે કે કેમ એ તો આવનાર સમય જ હવે બતાવશે !