અટકળો તેજ : ધારાસભ્ય કિરીટ પટેલ આપી શકે છે રાજીનામું ?
ગુજરાત ના રાજકારણ માં સૌથી મોટા સમાચાર...
કોંગ્રેસ ના દિગ્ગજ નેતા ભાજપ ના સંપર્ક માં...
અર્જુન મોઢવાડિયા આપી શકે છે રાજીનામું ભાજપ માં જોડાઈ શકે છે..
બીજા બે MLA કાંતિ ખરાડી અને કિરીટ પટેલ પણ આપી શકે છે રાજીનામું તેવી અટકળો....
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ગુજરાત ના રાજકારણમાં ભારે ઉથલ પાથલ ના સંકેતો દેખાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા રાજીનામુ આપવનો સિલસિલો શરૂ થયો છે.રાજીનામું આપનાર ધારાસભ્યો ભાજપમાં જોડાવાની અટકળો પણ ચાલી રહી છે.
હાલમાં ચાલી રહેલી રાજકીય અટકળો, મુજબ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા તેમજ કિરીટ પટેલ અને કાંતિ ખરાડી સહિતના કોંગ્રેસ ધારાસભ્યો રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓ તેજ બની છે. ત્યારે આ અટકળો માં કેટલો દમ છે એ તો આવનાર સમયમાં જ ખબર પડી શકે છે.
અત્રે નોંધનીય છે કે રામ મંદિરના આમંત્રણ ને લઈને કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક બે ભાગલા પડી ગયા હોય તેવું ચર્ચા રહ્યું છે. કારણ કે કોંગ્રેસના દિગજ નેતા સોનિયા ગાંધી સહિતના એ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે.જેને લઈને કોંગ્રેસમાં અંદરો અંદર ધમાસણ મચી ગયું છે.