ઊંઝા : સાબરમતી ગેસ લી.ની લાલિયાવાડી : ગેસ કનેક્શન જોડ્યા વિના જ 1752 રૂપિયા બિલ ફટકારી દીધું !

ઊંઝા : સાબરમતી ગેસ લી.ની લાલિયાવાડી : ગેસ કનેક્શન જોડ્યા વિના જ 1752 રૂપિયા બિલ ફટકારી દીધું !

ઊંઝા શહેરમાં સાબરમતી ગેસ કનેક્શનના જોડાણ વિનાજ ગ્રાહકને બિલ અપાતા કરાઈ ફરિયાદ.

   સાબરમતી ગેસ કંપની દ્વારા ગ્રાહકને ગેસ કનેક્શનના જોડાણ વિનાજ ₹ 1752, નું બિલ થપાવિ દેવાયું.

પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે સાબરમતી ગેસ લિમિટેડે કંપનીના ચેરમેન અને ડાયરેક્ટરને કરી ફરિયાદ.

 ફરિયાદમાં બિલ રદ કરી ખોટી રીતે બિલ આપનારાઓ સામે કાર્યવાહી કરવાની કરી માંગ.

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : સાબરમતી ગેસ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી નાણા વસૂલ્યા બાદ પણ ગ્રાહકોને ગેસ કનેક્શન નું જોડાણ નહીં આપવા અંગે તેમ જ જોડાણ આપ્યા વિના બિલ ફટકારવા મામલે ઊંઝાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર, સાબરમતી ગેસ લી.ગુજરાત ને ડિજિટલ ફરિયાદ કરી છે.

માહિતી મુજબ ઊંઝામાં સાબરમતી ગેસ લી.દ્વારા ગ્રાહકો પાસેથી કનેક્શન જોડાણ માટેના નાણાં વસુલ્યા  બાદ પણ સમયસર ગેસ કનેક્શન નહિ આપતું હોવાની ફરીયાદો ઉઠી છે.મળતી માહિતી મુજબ, ગ્રાહક પાસેથી નાણાં વસૂલ્યાના 21 મહિના બાદ પણ કનેક્શન નથી અપાયું તો બીજા એક ગ્રાહકને કનેક્શન જોડ્યા વિના જ 1752 રૂપિયા નું બિલ ફટકારવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે.ત્યારે સવાલ એ થાય છે કે આવી લાલિયાવાડી થી  ગ્રાહકોને ક્યાં સુધી પરેશાન થવાનું નસીબ માં લખાયેલું છે ? 

આ બાબતે પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ જણાવ્યું કે સાબરમતી ગેસ પ્રાઈવેટ કંપની દ્વારા ગ્રાહકો ને વારંવાર છેતરવામાં આવે છે, કેટલાક ગ્રાહકો પાસે બે બે વર્ષ થી કનેક્શનના પૈસા ભર્યા છતાં આજદિન સુધી કનેક્શન આપેલ નથી.ભાવેશ પટેલે વધુમાં જણાવ્યું છે કે, રજૂઆત અંગે કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં સાબરમતી ગેસ લિમિટેડે કંપની ઉપર ગ્રાહકો સાથે છેતરપિંડીની ફરીયાદ કરવામાં આવશે.