ઊંઝા : ભાજપના મેન્ડેડ ની ઐસી કી તૈસી ? ખેડૂતો અને વેપારીઓ લડી લેવાના મૂડમાં !

ઊંઝા : ભાજપના મેન્ડેડ ની ઐસી કી તૈસી ? ખેડૂતો અને વેપારીઓ લડી લેવાના મૂડમાં !

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ઊંઝા એપીએમસીમાં રાજકોટ વાળી ન થાય તે માટે ભાજપ પણ સક્રિય બન્યું છે અને બંધ બારણે બેઠકો થવા લાગી છે. જોકે ઊંઝા એપીએમસીમાં ધારાસભ્ય નું જૂથ અને પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ નું જૂથ આમને સામને હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

એપીએમસી માં ધારાસભ્ય જૂથ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથને મનાવીને બિનહરીફ કરવા માટે ભાજપ દ્વારા બંધ બારણે બેઠકો કરવામાં આવી રહી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો આ મુદ્દે લડી લેવાના મૂડમાં હોવાનું ચર્ચાય છે. ભાજપના મેન્ડેડની પરવા કર્યા વિના ખેડૂત પ્રતિનિધિઓ લડી લેવાના મૂડમાં હોવાની વાતો સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે ત્યારે ભાજપ ઊંઝા એપીએમસી ને બિનહરીફ કરવામાં ભાજપ સફળ થશે કે કેમ એ તો હવે આવનાર સમય જ બતાવશે !

ઊંઝા એપીએમસી સાથે અગાઉ સંકળાયેલ એક નેતાની સોશિયલ મીડિયા પોસ્ટ હાલમાં જોર શોરથી વાયરલ થઈ રહી છે. જેમાં વ્યાપારીઓ અને ખેડૂતો મેન્ડેડની પરવા કર્યા વિના લડી લેવાના મૂડમાં હોવાનો ઉલ્લેખ છે. ત્યારે ભાજપ માટે ઊંઝા એપીએમસી બિનહરીફ કરવી એ કદાચ લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થાય તો નવાઈ નહીં !