રાજકારણની પાઠશાળામાં કોણ શ્રેષ્ઠ ? હાર્દિકના 8 મહિનામાં 90 કરોડના વિકાસ કાર્યો જ્યારે ઊંઝામાં ખાડા પૂરવા એ જ વિકાસ ?
ભાજપ ના નેતૃત્વમાં વિકાસની ભેદરેખા
હાર્દિક પટેલ છે વિરમગામ ના ધારાસભ્ય જ્યારે કિરીટ પટેલ છે ઊંઝાના ધારાસભ્ય
બંને ધારાસભ્ય પ્રથમવાર ચૂંટાયા છે.
હાર્દિક પટેલે 8 મહિનામાં દેત્રોજ તાલુકાના 90 કરોડ ના વિકાસ કાર્યો મંજુર કરાવ્યા
ઊંઝા ના ધારાસભ્ય માત્ર રોડ પરના ખાડાઓ પૂરાવી વાહ વાહી મેળવી સંતોષ માની રહ્યા છે.
ઊંઝા વિસ્તારમાં વિકાસ કાર્યો અટક્યા, નગરજનોમાં છૂપો રોષ
વડનગર માં APMC માર્કેટ પ્રોજેક્ટ માળિયે ચડ્યો ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના & દિખા સો લિખા ) : જો પોતાના વિસ્તારના ધારાસભ્ય ખરેખર સક્રિય હોય તો પોતાના મત વિસ્તારની કાયાપલટ કરી શકાય છે. પરંતુ નિષ્ક્રિય ધારાસભ્ય મતદારોને પાંચ વર્ષ પાણીમાં ગયા હોવાનો ચોક્કસથી અહેસાસ કરાવે છે. વાત છે ઊંઝાના ધારાસભ્ય અને વિરમગામના ધારાસભ્ય વચ્ચેની જ્યાં એક તરફ વિકાસ હરણફાળ ગતિથી આગળ વધી રહ્યો છે, તો બીજી બાજુ મત વિસ્તારના લોકો વિકાસથી વંચિત રહ્યા હોવાનો અહેસાસ કરી રહ્યા છે.
ઊંઝા વિધાનસભા સીટ પર જ્યારથી ધારાસભ્ય તરીકે કિરીટ પટેલ ચૂંટાયા છે ત્યારથી વિકાસ કાર્યો ખૂબ જ ધીમા પડી રહ્યા હોવાનો આ વિસ્તારના લોકો અહેસાસ કરી રહ્યા છે તો બીજી બાજુ ધારાસભ્ય પોતાની રાજકીય અણ આવડતને કારણે સતત વિવાદો માં રહ્યા છે. જોકે કિરીટ પટેલના ધારાસભ્ય બન્યા બાદ કોઈ ખાસ નોંધપાત્ર કામ થયા હોય એવા કિસ્સા કદાચ આંગળીના વેઢે પણ ગણી શકાય તેવા નહીં હોય.
ઊંઝા અને વડનગર બંને ઊંઝા વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ થાય છે ત્યારે બંને વિસ્તારના મતદારો માં ક્યાંક ને ક્યાંક વિકાસના મુદ્દે છુપો રોષ જોવા મળી રહ્યો છે. ચર્ચાતી વિગતો મુજબ કાર્યકરોના કામ પણ નહીં થતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેને લઇને કાર્યકરોમાં પણ અંદરો અંદર છૂપો રોષ હોવાનું ચર્ચાય છે. નોંધપાત્ર વિકાસ કાર્યો કરવાને બદલે માત્ર ખાડાઓ પૂરીને વાહ વાહી મેળવનાર ધારાસભ્ય સોશિયલ મીડિયામાં ટીકાપાત્ર બની રહ્યા છે.
તો બીજી બાજુ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ નાની ઉંમરમાં પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પરંતુ ધારાસભ્ય બન્યા બાદ હાર્દિક પટેલે પોતાના વિસ્તારમાં અનેક વિકાસ કાર્યો કર્યા છે અને ખરા અર્થમાં વિકાસને વેગ આપ્યો છે. અત્રે નોધનીય છે કે જેમ હાર્દિક પટેલ પ્રથમવાર ધારાસભ્ય બન્યા છે તેમ ઊંઝા ના ધારાસભ્ય કિરીટ પટેલ પણ પ્રથમવાર ચૂંટાયા છે. બીજું કે કિરીટ પટેલ એ ઉંમરલાયક અને અનુભવી વ્યક્તિ છે જ્યારે હાર્દિક પટેલ એ નાની ઉંમર વાળા અને કે કે પટેલ કરતાં કદાચ ઓછો અનુભવ ધરાવતા વ્યક્તિ હોઈ શકે છે. પરંતુ રાજકારણની પાઠશાળામાં કિરીટ પટેલ કરતાં હાર્દિક પટેલ ક્યાંક ને ક્યાંક ચડિયાતા સાબિત થઈ રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.