પોસ્ટર નેતાઓને અર્પણ ! ઊંઝા તાલુકાના કામલી - જગન્નાથપુરા બિસ્માર રોડથી ચાલકો ત્રાહિમામ

પોસ્ટર નેતાઓને અર્પણ ! ઊંઝા તાલુકાના કામલી - જગન્નાથપુરા બિસ્માર રોડથી ચાલકો ત્રાહિમામ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા & સુના સો ચુના ) : ઊંઝા તાલુકામાં ઠેર ઠેર રોડ રસ્તાઓની હાલત કથળી ગઈ છે. તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ બિસ્માર રોડ રસ્તાઓને લઇ લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

ઊંઝા તાલુકાના કામલી જગન્નાથ પુરાને જોડતા રોડની હાલત ખૂબ જ ખરાબ છે. જોકે કામલી થી સિદ્ધપુર ખેરાલુ હાઈવે સુધી જવા માટેનો પણ આ મહત્વનો રસ્તો છે. આ રસ્તા નારી રીપેરીંગ કામ માટે અનેકવાર રજૂઆતો કરાય છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.

અત્રે નોંધનીય છે કે થોડાક દિવસ પહેલા ઊંઝા - વિસનગર ને જોડતા ઐઠોર પાસેના બિસ્માર રોડ અંગેનો અહેવાલ મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા પ્રસિદ્ધ કરાતા તાત્કાલિક આ રસ્તા નું રીપેરીંગ કામ હાથ ધરાયું હતું અને એનો યશ ખાટવા માટે આ વિસ્તારના ધારાસભ્ય ના ફોટા વાળું પોસ્ટર ફરતું કરાયુ હતું. જેને લઈને નગરજનોમાં અનેક પ્રકારના પ્રતિભાવો જોવા મળ્યા હતા. ત્યારે કામલી જગન્નાથપુરાનો આ બિસ્માર રસ્તો દુરસ્ત કરાવવાની આ પોસ્ટર નેતાઓ તસદી લેશે ખરા ?

તાલુકા પંચાયત પ્રમુખે શું કહ્યું ?

ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખને કામલી - જગન્નાથપુરા વચ્ચેના બિસ્માર રોડ અંગે રજૂઆત કરતા તેમણે આ રોડ રસ્તા ને દુરસ્ત કરવા માટે જવાબદાર તંત્રને રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું અને ટૂંક સમયમાં આ રસ્તો તૈયાર થઈ જશે તેવી હૈયાધારણા આપી હતી.