ઊંઝા ના રાજકારણમાં નવા જૂની ના એંધાણ : નગર સેવકોમાં છૂપી નારાજગી ?
ઊંઝા ના રાજકારણમાં સમીકરણો બદલાય તેવી ચર્ચા
ધારાસભ્ય ની નિષ્ક્રિયતા ને કારણે ભાજપના કાર્યકરોમાં છૂપી નારાજગી
નગર પાલિકા ના પ્રમુખ પદેથી તાજેતરમાં દીક્ષિત પટેલે આપ્યુ હતું રાજીનામું
ધારાસભ્ય અને તેમના જી-હજુરીયાઓ નો ડોળો હવે APMC પર
ઊંઝામાં ભાજપને નબળું પાડવામાં પ્રદેશની નેતાગીરી ની પણ ભૂંડી ભૂમિકા
વર્ષોથી ભાજપ માટે લોહી રેડનારા કાર્યકર્તાઓ ઓની સંગઠનમાં પણ અવગણના
જિલ્લા ભાજપ પ્રમુખ ધૃતરાષ્ટ્ર ની ભૂમિકા ક્યાં સુધી નિભાવશે ?
નગરપાલિકાના નગરસેવકો ની કાર્યક્રમોમાં જોવા મળતી ઓછી હાજરીને લઈને અનેક તર્ક વિતર્ક
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઊંઝા ના નિષ્ક્રિય ધારાસભ્યના નેતૃત્વમાં ઊંઝા ભાજપમાં કાર્ય કર્તાઓ માં ક્યાંક ને ક્યાંક છુપી નારાજગી જોવા મળી રહી છે. માત્ર કાર્યકરો જ નહીં પરંતુ નગરપાલિકાના ભાજપના મેન્ડેડ પર ચૂંટણી જીતેલા નગર સેવકોમાં પણ છુપી નારાજગી જોવા મળી રહી છે. ગઈકાલે યોજાયેલા પ્રજાસત્તાક દિન પર્વ ની ઉજવણી ના કાર્યક્રમ દરમિયાન પણ ભાજપના કેટલાક નગરસેવકો કાર્યક્રમમાં દેખાયા ન હતા. જેના પાછળ છુપી નારાજગી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
એમાંય ખાસ કરીને જ્યારથી દીક્ષિતભાઈ પટેલે નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું તે પછી નગરસેવકોમાં એવી ચર્ચાઓ થવા લાગી છે કે જો એક સંનિષ્ઠ કાર્ય કરને સાઈડ લાઈન કરીને સત્તા માટે ભાજપનો ખેસ ધારણ કરનારાઓના હાથમાં સત્તા સોંપવામાં આવે તો પછી પક્ષમાં સનિષ્ઠ કાર્યકરોની કિંમત શું હોઈ શકે છે એનો નજર અંદાજ લગાવી શકાય છે !
બીજી બાજુ ચર્ચાતી વિગતો મુજબ ધારાસભ્યની આસપાસ ઇતરડી ની જેમ ચોંટી ગયેલા કેટલાક સત્તાલાલચુ ઓ પણ ભાજપના સનિષ્ઠ કાર્યકરો નું મનોબળ તોડવામાં એક પ્રદેશ નેતાના ઇશારે કામ કરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે ઊંઝા શહેર તેમજ તાલુકા સંગઠનના ભાજપના કેટલાક કાર્યકરો અંદરો અંદર એકબીજાની વ્યથા ઠાલવી રહ્યા છે. ત્યારે હવે તેમની સ્થિતિ 'જાયે તો કહા જાયે ઔર સુનાયે ' તેવી થઈ છે.