સુરત : મોટા ગરબા આયોજનો પરના GST દરોડામાં થયો મહત્વનો ખુલાસો : પોલીસ અને સરકારી બાબુઓની પણ ખુલી પોલ !

સુરતમાં યશ્વી, સુવર્ણ, કેસરિયા સહિતના આયોજનો પર GST એ દરોડા પાડ્યા હતા.
GST દરોડા દરમ્યાન પાસ, પાર્કિંગ, ફૂડ સ્ટોલ, કેટરર્સ, ડેકેરોશન-લાઇટિંગ કોન્ટ્રાકટર, ઇવેન્ટ મેનેજમેન્ટ અને કલાકારોને લગતી વિગતો એકત્રિત કરાઇ
અધિકારીઓએ ગરબા કલાકારો સાથે આયોજકોના જે કોન્ટ્રાક્ટ થયા હતા તેની વિગતો પણ માંગી
આયોજકોએ જે ગ્રાઉન્ડનો ઉપયોગ કયો તેનું ભાડું કેટલું અને કેવી રીતે અપાયું છે તેની વિગતો પણ અધિકારીઓએ માંગી
નવરાત્રી બાદ તમામ આયોજકો- કોન્ટ્રાક્ટરો અને ઇવેન્ટ મેનેજરો ને GST કચેરીએ બોલાવાયા
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : મોર્નિંગ ન્યુઝ ફોક્સ અખબારની ઑફિશિલ વેબસાઇટ પર પ્રસિધ્ધ થયેલ સમાચારો બાદ સુરત અને અમદાવાદનાં મોટા ગરબા આયોજનો પર GST ના દરોડા પડ્યા હતા. સુરતમાં 6 અને અમદાવાદમાં 21 ગરબા આયોજનો પર તપાસ થઈ હતી. સુરતમાં યશ્વી, સુવર્ણ, કેસરિયા જેવા મોટા આયોજનો પર દરોડા પાડી અધિકારીઓએ વિવિધ માહિતી માગતાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે.
મળતા અહેવાલો મુજબ, તપાસમાં સામે આવ્યું છે કે, મોટા આયોજકો એ 30 ટકા પાસ તો પોલીસને જ કોમ્પ્લિમેન્ટરી અપાયા હોવાનો મોટો ખુલાસો થયો હતો.આમ આયોજકોએ 40થી 50 ટકા પાસ તો કોમ્પ્લિમેન્ટરી આપ્યા છે, જેમાં પોલીસ, પાલિકાના અધિકારીઓ, ત્યાર બાદ કલેક્ટર કચેરીના કર્મચારીઓએ આ ફ્રી પાસ મેળવ્યા છે.આ ઉપરાંતના સરકારી વિભાગોને પણ કોમ્પ્લિમેન્ટરી પાસ મળ્યા હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે.
જો કે આયોજકો એ સંબંધિત સરકારી બાબુઓ ને અને મોટા રાજકીય માથાઓ ને ફ્રી પાસ ની લ્હાણી કરી આમ જનતાને મન ફાવે એમ લૂંટવાનું ચાલુ રાખ્યું હતું.છતાં રાજકીય નેતાઓ એ મોટા આયોજનોમાં હાજરી આપતાં કદાચ આયોજકો ની છાતી ગદગદ ફૂલી ગઈ હશે પણ હવે GST ના દરોડા પડતા આ જ આયોજકો ભેરવાઈ ગયા છે.