Big Breaking: ઊંઝા APMC ની ત્રીજી યાદી જાહેર , કોનો રહ્યો દબદબો ?
ઊંઝા એપીએમસી ચૂંટણી મામલો
ત્રીજી અને ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ....
ફાઇનલ યાદીમાં કોઈ ફેરફાર નહીં...
સહકાર વિભાગમાં પારદર્શિતા થી ખેડૂતો અને વેપારીઓને પારદર્શક વહીવટનો મળશે લાભ
મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : ઊંઝા એપીએમસીમાં આગામી સમયમાં ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે સરકાર દ્વારા ઊંઝા એપીએમસી ની ત્રીજી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.જેમાં અગાઉ બીજી યાદીમાં પ્રસિદ્ધ થયેલ મંડળીઓ જ ત્રીજી યાદીમાં સમાવિષ્ટ રહી હતી. આમ ત્રીજી યાદીમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા એપીએમસીમાં આગામી સમયમાં ચૂંટણી યોજવાની છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી વિવિધ અટકળો તેજ બની હતી. તેમજ એપીએમસી માં સત્તા હાંસલ કરવા માટે વિવિધ જૂથો દ્વારા મરણીયા પ્રયાસો થયા હતા. પરંતુ આજે ત્રીજી યાદી જાહેર થતાં તમામ અટકળોનો અંત આવી ગયો હતો અને સરકારના સહકાર વિભાગ દ્વારા એપીએમસી માં પારદર્શિતા લાવવા માટેના પુરા પ્રયત્નો થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે સહકાર વિભાગ દ્વારા એપીએમસી ની યાદીમાં નિષ્પક્ષતા દાખવીને સંપૂર્ણ પારદર્શકતા લાવવાનો પ્રયાસ થયો હોવાનું મનાઈ રહ્યું છે.