ઊંઝા : APMC ની ચુંટણીમાં ભાજપ મેન્ડેડ આપશે કે કેમ ? કોકડું ગૂંચવાયું ?

ઊંઝા : APMC ની ચુંટણીમાં ભાજપ મેન્ડેડ આપશે કે કેમ ? કોકડું ગૂંચવાયું ?

એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીની ચૂંટણી માટેની ત્રીજી યાદી જાહેર 

ત્રીજી યાદીમાં મોટાભાગના ભાજપના સમર્થકો ની પેનલ 

એપીએમસીની ચૂંટણીમાં ભાજપ સામે નથી કોઈ હરીફ પક્ષ 

એપીએમસીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેડ આપશે કે કેમ? ચર્ચાતો સવાલ 

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઊંઝા એપીએમસી ની ત્રીજી યાદી પ્રસિદ્ધ થતા હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે ઉંઝા એપીએમસી જેવા સહકારી ક્ષેત્રમાં ફરીથી ભાજપનો દબદબો રહેશે પરંતુ ભાજપ માટે હવે મોટો ગુંચવાડો ઊભો થયો છે. કારણ કે ઊંઝા એપીએમસી માં ભાજપના જૂથોમાં અંદરો અંદર ભારે ખેંચતાં જોવા મળી રહી છે જેને લઇને હવે આ ચૂંટણીમાં ભાજપ મેન્ડેડ આપશે કે કેમ તેને લઈને અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. 

અત્રે નોધનીય છે કે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં જે ત્રીજી યાદી જાહેર થઈ છે તેમાં ભાજપના જ સમર્થકો હોવાનો માનવામાં આવી રહ્યું છે. પરંતુ ભાજપના જૂથોમાં અંદરો અંદર ભારે ખેંચતાણ છે. ત્યારે હવે સામે કોઈ હરીફ પક્ષ રહ્યો નથી તો પછી ભાજપ મેન્ડેડ આપશે અને સૌરાષ્ટ્ર વાળી થશે તો ભાજપની જ ઈમેજને મોટો ધબ્બો લાગશે એવું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે આગામી સમયમાં ભાજપ મેન્ડેડ આપશે કે પછી જે પેનલ જીતશે તેને જ વિજય માળા પહેરાવશે એ જોવું રહ્યું !