ઊંઝા : વિજયોત્સવ ની ઉજવણીમાં કાર્યકરોની પાંખી હાજરી : નારાજગી કે ઉદાસીનતા ?

ઊંઝા : વિજયોત્સવ ની ઉજવણીમાં કાર્યકરોની પાંખી હાજરી : નારાજગી કે ઉદાસીનતા ?

નગરપાલિકાના ભાજપના મોટાભાગના કોર્પોરેટરો ગેરહાજર હોવાની ચર્ચા

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : દિલ્હી વિધાનસભાની 2025 ની ચૂંટણીમાં ભાજપનો ભવ્યાતિભવ્ય વિજય થયો તે અંતર્ગત ધારાસભ્ય કાર્યાલય ઊંઝા ખાતે વિજયોત્સવ મનાવવાનું આયોજન કરાયું હતું.

પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે આ ઉજવણીમાં કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી. જોકે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ હોદ્દેદારો વાઇરલ થયેલી તસવીરોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ચર્ચાથી વિગતો મુજબ ઊંઝા ધારાસભ્યની નિષ્ક્રિયતાને કારણે સંગઠનમાં ક્યાંક ને ક્યાંક મડા ગાંઠ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે ભાજપના મોટાભાગના કાર્યક્રમોમાં કાર્યકરો ની હાજરીને લઈને ભારે ઉદાસ સીનતા જોવા મળે છે. જેની પાછળ ધારાસભ્ય નો સગાવાદ, પરિવાર અને જવાબદાર હોય તેવું ચર્ચા રહ્યું છે.

     ઊંઝા ધારાસભ્ય કાર્યાલય ખાતે યોજાયેલી આ વિજયોત્સવ ઉજવણીમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ એમ એસ પટેલ, ઊંઝા શહેર પ્રમુખ શૈલેષભાઈ પટેલ, ઊંઝા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ, તેમજ આંગળીના વેઢે ગણી શકાય તેટલા ભારતીય જનતા પાર્ટીના શહેર અને તાલુકાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.