મહેસાણા : વહીવટીય ગતિ તેજ બનશે : 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા અધિકારી એસ કે પ્રજાપતિએ કલેકટરનો ચાર્જ સંભાળ્યો
![મહેસાણા : વહીવટીય ગતિ તેજ બનશે : 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા અધિકારી એસ કે પ્રજાપતિએ કલેકટરનો ચાર્જ સંભાળ્યો](https://morningnewsfocus.com/uploads/images/2025/02/image_750x_67a6bd3513d3d.jpg)
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : મહેસાણા જિલ્લાના નવા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે એસ.કે. પ્રજાપતિ, IASએ પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાલે અને નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગોડા સહિત કચેરીના વરિષ્ઠ અધિકારીઓએ પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કર્યું હતું.
2012ની બેચના IAS અધિકારી પ્રજાપતિ પાસે 30 વર્ષનો નોંધપાત્ર વહીવટી અનુભવ છે. તેમણે છેલ્લા બે વર્ષ સુધી કચ્છ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે સેવા આપી અને તે પહેલાં સ્વચ્છ ભારત મિશનમાં એમ.ડી. તરીકે બે વર્ષ સુધી ફરજ બજાવી હતી.
તેમની કારકિર્દીમાં 17 વર્ષ સુધી નાયબ કલેક્ટર તરીકે વિવિધ જવાબદારીઓ સંભાળી છે, જેમાં SDM, MDM નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી અને RTO તરીકેની ફરજોનો સમાવેશ થાય છે. વધુમાં, તેમણે GSRTC અને ઉચ્ચ શિક્ષણ વિભાગમાં અધિક કલેક્ટર તરીકે 8 વર્ષ સુધી સેવા આપી છે. આ બહોળા અનુભવ સાથે તેઓ મહેસાણા જિલ્લાના વહીવટી વડા તરીકેની નવી જવાબદારી સંભાળી રહ્યા છે.
મહેસાણા કલેકટર માંથી એમ નાગરાજન ની બઢતી સાથે બદલી : વિદાય સમારંભ યોજાયો
જિલ્લા કલેકટર એમ નાગરાજને જિલ્લામાં કરેલ કામગીરીના સંસ્મરણો યાદ કરી સહકાર બદલ તમામ અધિકારી કર્મયોગીઓનો આભાર વ્યક્ત કર્યો. મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજનની ગાંધીનગર ખાતે GSRTC માં વાઇસ ચેરમેન અને MD તરીકે બઢતી સાથે બદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો.