મહેસાણા ની થશે કાયાપલટ : શહેર ને ' ખૂબ સુરત ' બનાવવા માટે પાલિકા કમિશ્નર નો મહત્વનો નિર્ણય : જાણીને કરશો પ્રસંશા
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : મહેસાણા મહાનગરપાલિકાની કમિશનર સહિતના અધિકારીઓની ટીમે તાજેતરમાં સુરતની મુલાકાત લીધી હતી અને સુરતમાં મહાનગરપાલિકા દ્વારા કેવી રીતે વિકાસ કરવામાં આવ્યો છે અને શહેરને સ્વચ્છ અને સુંદર સુરત બનાવવામાં આવ્યું છે તેની ઝીણવટ પૂર્વક માહિતી પ્રાપ્ત કરી હતી.
ત્યારબાદ હવે મહેસાણા ને પણ ખૂબસૂરત મહેસાણા બનાવવા માટે મહાનગર પાલિકાના કમિશનર રવીન્દ્ર ખતલે દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. સુરત ની જેમ હવે મહેસાણામાં પણ જાહેર રસ્તાઓ,સર્કલો નું બ્યુટીફિકેશન કરવામાં આવશે.આ માટે બુધવારે મનપામાં એજન્સીઓ, કન્સલ્ટન્ટો સાથે કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, સિટી ઇજનેર સહિત અધિકારીઓની બેઠક યોજાઇ હતી.