Exclusive : સુરત : પરીક્ષા આપવા જતા બોર્ડના વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક પોલીસે લીધો મોટો નિર્ણય, જાણીને કરશો પ્રસંશા
ટ્રાફિકમાં અટવાયેલા વિદ્યાર્થીઓને ટ્રાફિક પોલીસ ખુદ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે :ટ્રાફિક હેલ્પલાઇન નંબર 7434095555
મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : સમગ્ર રાજ્યમાં 14 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે શહેરમાં ટ્રાફિકને કારણે વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ જો ટ્રાફિકમાં અટવાય તો તેના માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે ટ્રાફિકમાં અટવાયેલ વિદ્યાર્થીઓને ખુદ ટ્રાફિક પોલીસ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે.
આ અંગે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ મીડિયાને જણાવ્યું હતું કે , પેટ્રોલિંગ ટીમમાં સેમી સર્કલ ઉપરાંત 2 ટીમ મુકવામાં આવી છે . તેમજ પરીક્ષા આપવા જતા વિધાર્થીઓને ટ્રાફિક બાબતે કોઇ સમસ્યા થાય તો ટ્રાફિક હેલ્પ લાઇન નં- 7434095555 પર સંપર્ક કરી શકે છે . એસીપી દ્વારા જે તે વિસ્તારના પીઆઈ અને ફાળવામાં આવેલા પોઈન્ટના પોલીસ કર્મીને મોકલવામાં આવશે .
હાલમાં મહાનગરપાલિકા દ્વારા વિવિધ રોડ - રસ્તાના કામો ચાલુ છે . જેથી રસ્તાઓનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે . મોટાભાગના વિદ્યાર્થીઓ સુરત રેલ્વે સ્ટેશન , બસ સ્ટેશન , સીટી બસથી પોતાના પરીક્ષા કેન્દ્ર ૫૨ જતા હોય છે . તો ટ્રાફિકના કારણે કોઇ સમસ્યા ન ઉદભવે તેના માટે ટ્રાફિક શાખા તરફથી ખડેપગે 18 પોલીસ અધિકારી કર્મચારી તથા 78 ટીઆરબીનો બંદો બ ત રાખવામાં આવ્યો અને છે . આ ઉપરાંત દિલ્હી ગેટ થી વચ્ચે હોસ્પિટલ મસ્કતિ ખાતે મેટ્રો સ્ટેશનનું કામ ચાલુ હોવાથી રસ્તો બંધ કરાયો છે . જેથી ઝાંપાબજાર તથા ગલેમંડી તરફ રસ્તાનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે . આ વિસ્તારમાં ટ્રાફીક નિયમન માટે કુલ 8 પોઇન્ટ ઉપર બન્ને સિફ્ટમાં મળી કુલ ૮ પોલીસ તથા 36 ટીઆરબી તથા મેટ્રો તરફથી મર્શલો ટ્રાફિકની મદદમાં મુકવામાં આવ્યા છે.