Exclusive : ઊંઝા ના માત્ર કે.કે.પટેલ જ નહીં બલ્કે 5 ધારાભ્યોની થઈ જીત ; હકીકત જાણી ચોકી જશો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : આજે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે.જેમાં ભાજપે રેકોર્ડ બ્રેક જીત પ્રાપ્ત કરી છે. ભાજપે પ્રાપ્ત કરેલી આ ઐતિહાસિક જીતમાં ઊંઝા વિધાનસભા વિસ્તારમાંથી કે.કે પટેલની જંગી મતોથી જીત થઈ છે. ત્યારે આગામી 15 મી વિધાનસભામાં ઊંઝામાંથી માત્ર એક નહીં પરંતુ મૂળના પાંચ ધારાસભ્યો ગુજરાત વિધાનસભામાં જોવા મળશે જે ખરેખર ઊંઝા વિસ્તાર માટે એક ગૌરવની બાબત છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે આવેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં 156 સીટો ભાજપે મેળવીને એક ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી છે ત્યારે આ વિધાનસભામાં મૂળ ઊંઝા ના હોય તેવા પાંચ ધારાસભ્યોનો ભવ્ય વિજય થયો છે. આ પાંચે ધારાસભ્યો ઉત્તર ગુજરાતના મૂળ ઊંઝા ના હોવાનું જાણવા મળી રહ્યું છે.જે ખરેખર ઊંઝા માટે એક ગૌરવ અને આનંદની બાબત છે.
ઊંઝા વિસ્તારના 5 વિજેતા ધારાસભ્યો.
૧. કિરીટભાઈ પટેલ -ઊંઝા
૨. ઋષિકેશભાઈ પટેલ-કાહોડા -વિસનગર
૩. મનુભાઈ પટેલ-મલેકપુર-ઉધના
૪. ડૉ.હસમુખભાઈ પટેલ-રણછોડપૂરા - અમરાઈવાડી
૫. શંભપ્રસાદ ટુંડિયા-ટુંડાવ-ગઢડા