IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડનાર ભાજપનો નેતા ઝડપાયો, 1 લાખનો મુદ્દામાલ કબ્જે
મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : ગુજરાતમાં મહેસાણાના ઉંઝામાં ચાલતાં સૌથી મોટા રાશન કાર્ડ કૌભાંડ નો સમય અગાઉ પર્દાફાસ કરનાર મહેસાણા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશ રાઠોડ ના માર્ગદર્શન મુજબ તેમની ટીમે વિજાપુરના મણીપુરા ગામમાં આઈપીએલ પર ચાલી રહેલા ક્રિકેટ સટ્ટા પર દરોડો પાડતાં ભાજપનો એક નેતા સટ્ટો રમાડતા રંગેહાથ ઝડપાયો છે જેને લઇને સમગ્ર પંથકમાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલમાં ચાલી રહેલા આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડી રહેલા તત્વો સામે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા એલસીબીના પીઆઇ ભાવેશ રાઠોડ ને આપેલી સૂચના અંતર્ગત એલસીબીની ટીમ દ્વારા બાતમીના આધારે વિજાપુરના મણીપુરા ગામે રેડ કરતા રવિન્દ્ર પટેલ ઉર્ફે ગાંધી નામનો યુવાન રામજી મંદિરની સામે આવેલા પોતાના મકાનમાં આઈપીએલ મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યો હતો જેની પોલીસે ધરપકડ કરી હતી.
જ્યારે ક્રિકેટનો સટ્ટો ચલાવવા માટે ઓનલાઈન સોફ્ટવેર આપનાર વિશાલ પ્રહલાદભાઈ પટેલ રહે. મહેશ્વર સોસાયટી મણીપુરા, તાલુકો : વિજાપુર ગામ ના યુવાનનું પણ નામ બહાર આવતા બંને વિરુદ્ધ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.સટ્ટા ના સ્થળ ઉપરથી એક મોટી ટીવી, samsung કંપનીનું ટેબલેટ, 7 મોબાઈલ મળી કુલ એક લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. જોકે ઝડપાયેલ યુવાન ભાજપનો નેતા હોઇ તેને છોડાવવા માટે મોડી રાત સુધી ભાજપના નેતાઓએ ધમપછાડા કર્યા હતા.જેેેએ લઈ સમગ્ર કિસ્સો મહેસાણા જિલ્લામાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.