સુરત : કતારગામમાં વિકાસ સપ્તાહ અંતર્ગત મેરેથોન દોડ નું આયોજન : મેયરે વિદ્યાર્થીઓને પ્રસ્થાન કરાવ્યું

સુરત : કતારગામમાં વિકાસ સપ્તાહ અંતર્ગત મેરેથોન દોડ નું આયોજન : મેયરે વિદ્યાર્થીઓને પ્રસ્થાન કરાવ્યું

કતારગામમાં વિકાસ સપ્તાહ અંતર્ગત મેરેથોન દોડનું આયોજન

મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ

“મિશન ટ્રાન્સફોર્મ નેશન” અંતર્ગત આજના યુવા ભારતની દોડ વિકાસની મેરેથોન છે — જ્યાં દરેક પગલું પ્રગતિ તરફનું પ્રતિબિંબ છે - મેયર 

“વિકાસ સપ્તાહ” માત્ર ઉજવણી નથી — તે એક સંકલ્પ છે કે આપણે સૌ મળીને દેશને ‘વિકસિત ભારત ૨૦૪૭’ તરફ લઈ જઈશું.- મેયર

મોર્નિંગ ન્યુઝ ફોક્સ, સુરત : કતારગામ વિસ્તારમાં આવેલ આંબા તલાવડી ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકા નોર્થ ઝોન દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નોર્થ ઝોનની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દોડનો પ્રારંભ કરાવ્યો હતો. મેયરશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓ યુવાપેઢીમાં શારીરિક તંદુરસ્તી સાથે સાથે સ્પર્ધાત્મક ભાવનાનો વિકાસ કરે છે.

મેરેથોન દોડ દરમિયાન શાળાના શિક્ષકો, કોર્પોરેટરો, પાલિકા અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.