ઊંઝા : MLA ડો.આશાબેન પટેલે મત વિસ્તારમાં વધુ આધુનિક આરોગ્યલક્ષી સુવિધાઓ ઉભી કરવા લીધો મહત્વનો નિર્ણય, જાણીને કરશો પ્રસંશા

ઊંઝા : MLA ડો.આશાબેન પટેલે મત વિસ્તારમાં વધુ આધુનિક આરોગ્યલક્ષી સુવિધાઓ ઉભી કરવા લીધો મહત્વનો નિર્ણય, જાણીને કરશો પ્રસંશા

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  કોરોના કાળમાં ઊંઝાના સૌથી સક્રિય અને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા ડો. આશાબેન પટેલ દ્વારા પોતાના મતવિસ્તાર ઊંઝા અને વડનગરમાં ખુબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. જેમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ ને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તેમજ સંજીવની ગણાતા ઇન્જેક્શનો મળી રહે તે માટે તેઓ સતત ખડે પગે રહ્યાં હતાં.

એટલું જ નહીં પરંતુ 24 કલાક સતત કાર્યરત રહેનાર ધારાસભ્ય ની આગવી સૂઝબૂઝ ને કારણે ઊંઝા અને વડનગરમાં કોરોના ના દર્દીઓ માટે સૌથી વધુ બેડ ધરાવતી ઓક્સિજનયુક્ત કોરોના હોસ્પિટલ કાર્યરત રહી. પરિણામે લોકોને તાત્કાલિક સારવાર મળતાં અનેક લોકોને હાશકારો થયો હતો.

 વળી, આગામી સમયમાં પણ ઊંઝા ને ઓક્સિજનની ઘટ ન પડે તે માટે ડો. આશાબેન પટેલ દ્વારા પ્રધાનમંત્રીને કરાયેલી રજૂઆત સંદર્ભે પ્રધાનમંત્રી કેયર્સ માંથી ઓક્સિજન પ્લાન્ટ પણ મંજૂર કરવામાં આવ્યો છે. ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા ધારાસભ્યો પોતાની ગ્રાન્ટ કોરોના માટે ખર્ચી શકે એ નિર્ણય અંતર્ગત ધારાસભ્ય ડો. આશાબેન પટેલે તેમની ૪૬ લાખની ગ્રાન્ટ ઊંઝા અને વડનગર મતવિસ્તારની આરોગ્યલક્ષી સુવિધાઓ માટે ફાળવી દીધી છે.જેમાં તેમણે પોતાની ગ્રાન્ટ ઊંઝા અને વડનગરમાં એક એક એમ્બ્યુલન્સ તેમજ શબવાહિની ઉપરાંત વેન્ટિલેટર મશીન, બાયો પેપ મશીન અને ઓક્સિજન concentrated માટે તેમણે પોતાની ગ્રાન્ટ ફાળવી છે.જેથી લોકોને પૂરતા પ્રમાણમાં આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહેશે.