શુ તમારી વધતી જતી ઉંમરને કારણે ચહેરા પર પડતી કરચલીઓથી પરેશાન છો ? તો ફટાફટ અજમાવો આ ઉપાય અને દેખાઓ યુવાન

શુ તમારી વધતી જતી ઉંમરને કારણે ચહેરા પર પડતી કરચલીઓથી પરેશાન છો ? તો ફટાફટ અજમાવો આ ઉપાય અને દેખાઓ યુવાન

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  સામાન્ય રીતે દરેક વ્યક્તિ ગમે તેવી ઉંમરમાં પણ યુવાન દેખાવ ઈચ્છતી હોય છે. પરંતુ ઉંમર વધતાની સાથે ઘણી વખત ચહેરા પર પડી જતી કરચલીઓને કારણે જે તે વ્યક્તિની ઉંમર દેખાઈ આવતી હોય છે. ત્યારે આજે તમને કેટલાક એવા પ્રયોગો વિશે સૂચવીશું કે જેમાં ચહેરા પરની કરચલીઓ કેવી રીતે દૂર કરી શકાય અને ચહેરા પરની ત્વચા કેવી રીતે નીખરી શકે.

સામાન્ય રીતે સિઝનમાં ફેરફાર આવતા સ્કિનનું સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સવાર-સાંજ ચહેરો ધુઓ. જ્યારે પણ ઘરથી બહાર તડકાંમાં નીકળો સનસ્ક્રીન લોશન લગાવો. પૌષ્ટિક ભોજન લેવાથી સાથે એક્સરસાઈઝ કરવાથી પણ ચહેરા પર નેચરલ ગ્લો આવે છે.

3-4 બદામ રાતે પાણીમાં પલાળી સવારે દૂધ સાથે પીસીને આ પેસ્ટ ચહેરા પર લગાવો. 15 મિનિટ રાખીને ચહેરો ધોઈ લો. આનાથી સ્કિન હેલ્ધી રહેશે અને રંગ પણ ગોરો થશે. 

ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે નિયમિત રીતે એલોવેરાનો પ્રયોગ કરો. આનાથી તમારી ત્વચા ટાઈટ રહેશે. તેના માટે એલોવેરા અને ગુલાબજળ મિક્ષ કરી પેસ્ટ બનાવો. તેને 15 મિનિટ ચહેરા પર લગાવી ઠંડા પાણીથી ધોઈ લો. 

ચમચી ચણાનો લોટ, 1 ચમચી દહીં, અડધી ચમચી હળદર અને અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પેક બનાવી શ્યામ ત્વચા પર લગાવી 20 મિનિટ રહેવા દો. પછી ચહેરો ધોઈ નાખો. આ પેક અઠવાડિયામાં બે વાર લગાવો. તમારી સમસ્યા દૂર થઈ જશે.

ચહેરા પર થતી કરચલીઓ દૂર કરવા માટે ગુલાબની પાંખડીઓમાં ગ્લિસરીન ભેળવીને રાત્રે સૂતી વખતે ચહેરા પર લગાવો. સવારે ચહેરો ધોઇ લો. આનાથી ત્વચા પરના ડાઘા દૂર થશે અને કરચલીઓ પણ ઓછી થશે.

(અત્રે નોંધનીય છે કે મળેલ માહિતી સ્ત્રોતમાં સૂચવેલ ઉપાયો કરતાં પહેલાં સ્કિન નિષ્ણાત ની સલાહ લેવી.કારણ કે દરેકની સ્કિન પ્રકૃતિ જુદીજુદી હોય છે.જો કે તમામ ઉપાયો આર્યુવેદીક ઉપચાર આધારીત છે.)