ઊંઝા : ઐઠોર ગામે ભાગવત સપ્તાહ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

ઊંઝા : ઐઠોર ગામે ભાગવત સપ્તાહ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : ઊંઝા તાલુકાના ઐઠોર ગામે 19 નવેમ્બર થી 25 નવેમ્બર સુધી બાબુભાઈ પ્રાગજીભાઈ પટેલ(ગામી) દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે 19 નવેમ્બર ના રોજ પાટણ ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું.

ઐઠોર ગામમાં બાલમંદિર માં યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજિત 90 થી વધારે બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. તમામ રક્તદાતાઓને સ્મૃતિ ભેટ તરીકે અજંટા ની દિવાલ ઘડિયાળ અને ટિફિન બોક્સ આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન આશિષ પટેલ અને ગામના યુવાકોએ સાથે મળીને કર્યું હતું.