ઊંઝા : વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોની પાંખી હાજરી : નારાજગી કે ઉદાસીનતા ?

ઊંઝા : વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોની પાંખી હાજરી : નારાજગી કે ઉદાસીનતા ?

વડનગરના મલેકપુર ખાતે ઊંઝા વિધાનસભા ના ભાજપના કાર્યકરોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

કાર્યકરો અને હોદ્દેદારો ની રહી પાંખી હાજરી 

સોશ્યલ મીડિયામાં ખાલી ખુરશીઓ ના ફોટા થયા વાયરલ

 25 નવેમ્બરે યોજાનાર સ્નેહ મિલન કાર્યક્રમ ની તારીખ બદલી 19 નવેમ્બરે યોજવા પાછળ કયું ગણિત જવાબદાર : ચર્ચાઓ

 કાર્યકરોની  પાંખી હાજરી એ નારાજગી કે પછી ઉદાસીનતા ? 

ધારાસભ્યની નબળી કામગીરી સામે લોકોમાં છૂપો રોષ

સંગઠનમાં સક્રિય કાર્યકરોને હાસિયમાં ધકેલી માનીતા ને ગોઠવવા ની નીતિ સામે કાર્યકરોમાં છે છૂપો રોષ

ભાજપ જિલ્લા પ્રમુખની 'આંખ આડા કાન ' ની નીતિ થી ભાજપ ને આગામી સમયમાં થઈ શકે છે નુકશાન

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા & સુના સો ચુના ) :  ગત 19 નવેમ્બર ના રોજ વડનગરના મલેકપુર ખાતે ઊંઝા વિધાનસભા નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં અનેક પદાધિકારીઓની ગેરહાજરી જોવા મળી હતી તો વળી ક્યાંક ને ક્યાંક ખુરશીઓ ખાલી જોવા મળી હતી.જે ક્યાંક ને ક્યાંક કાર્યકરો ની નીરસતા કે નારાજગી ની પ્રતીતિ કરતી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા વિધાનસભા વિસ્તારનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો સ્નેહમિલન સમારંભ વડનગર તાલુકાના મલેકપુર ખાતે સાંજે ચાર કલાક બાદ યોજાયો હતો. પરંતુ કાર્યક્રમ જેમના માટે હતો એ કાર્યકરોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળી હતી. એટલું જ નહીં પરંતુ ભાજપના ઊંઝા શહેર તાલુકા તેમજ વડનગર શહેર અને તાલુકાના અનેક હોદ્દેદારોની ગેરહાજરી રહી હતી. ત્યારે મહત્વની ચર્ચાઓ એ થઈ રહી છે કે શું ખરેખર કાર્યકરોમાં ક્યાંક ને ક્યાંક ભાજપ સંગઠનને લઈને નારાજગી તો નથી ને ?

સ્નેહમિલન કાર્યક્રમમાં વડનગર તાલુકા અને શહેરના હોદ્દેદારો ઉપરાંત કાર્યકરોની પાંખી હાજરી રહી હતી. તેમજ ઊંઝા તાલુકા અને શહેરના હોદ્દેદારો અને કાર્યકરોની પાંખી હાજરી રહી હતી. જેને લીધે ખુરશીઓ ખાલી જોવા મળી હતી. ચર્ચાથી વિગતો મુજબ, ગામના સ્થાનિક લોકોને કારણે થોડી ઘણી પણ હાજરી જોવા મળી હતી. પરંતુ કાર્યક્રમ જેમના માટે યોજાયો હતો એવા કાર્યકરો અને હોદ્દેદારો ની ગેરહાજરી ઘણું બધું સૂચવી જાય છે.

જોકે વિધાનસભાનો સ્નેહમિલન કાર્યક્રમ હોય ત્યારે સ્વાભાવિક છે કે હજારોની સંખ્યામાં કાર્યકરો ની ઉપસ્થિતિ હોવી જોઈએ. પરંતુ મર્યાદિત કાર્યકરોની હાજરી એ ક્યાંક ને ક્યાંક નારાજગીતો નથી ને ? તો વળી બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ઊંઝા વિધાનસભાનો ભાજપના કાર્યકરોનો સ્નેહ મિલન સમારંભ 25 મી નવેમ્બરના રોજ યોજાવાનો હતો પરંતુ એકાએક તારીખ બદલીને 19 નવેમ્બર ના રોજ રાખવામાં આવ્યો હતો જેના પાછળ કયું ગણિત જવાબદાર હોઈ શકે છે તેને લઈને પણ અનેક તર્ક વિતર્કો છે. સ્નેહમિલન કાર્યક્રમ મા કાર્યકરોની પાંખી હાજરી એ ક્યાંક ને ક્યાંક સંગઠન થી નારાજગી નું કારણ પણ હોઈ શકે છે !