સુરત : જાહેરમાં થુંકનારાઓ સામે કડક વલણ : 100 ને બદલે 250 દંડ ભરવો પડશે, જાણો કારણ
3250 કેમેરાથી રાખવામાં આવી રહી છે વોચ
સમયસર દંડ નહિ ભરનારે 100 ને બદલે 250 ભરવા પડશે.
155 લોકોને ફટકાર્યા ઇ - ચલણ
માત્ર 40 લોકોએ જ ભર્યા ઇ - ચલણ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટે દંડનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જાહેરમાં થૂંકનારાને રોકવા માટે 3250 કેમેરાથી વોચ રાખવામાં આવી રહી છે. આ કેમેરામાં કેદ થનારાને ટીમ ઘરે આવીને દંડની વસૂલાત કરશે. પાલિકાએ આ માટે ટીમ બનાવવામાં આવી રહી છે.
શહેરમાં હાલ પાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવી રહ્યાં છે. ત્યારે દંડ ભરવામાં આનાકાની કરનારાને વધારે દંડ ભરવાનો વારો આવશે. 100 રૂપિયાની જગ્યાએ 250 રૂપિયા હવે વસૂલવામાં આવશે. જેથી એક સપ્તાહમાં દંડ ન ભરનારા વધુ દંડાઈ શકે છે.
દિવાળી ટાળે પાલિકાએ શરૂ કરેલી ઝુંબેશમાં કુલ 155 લોકોને ઇ-ચલણ ફટકારાયા હતા. જોકે, માત્ર 40 જણાએ જ ઇ-ચલણ ભર્યા છે. હવે 5 દિવસમાં જો ઇ-ચલણ નહીં ભરાય તો 100નો દંડ વધીને 250 વસૂલાશે સાથે કોર્ટમાં કાર્યવાહી પણ કરાશે.