PM મોદીના વતન વડનગરમાં પાણીના ધાંધીયા : નગરસેવક ગિરીશ પટેલની ઉગ્ર રજૂઆત
મોર્નિંગ ન્યુઝ ફોકસ, વડનગર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં છેલ્લા કેટલાક સમયથી પાણીને લઈને બુમરાડ ઉઠી છે. એક બાજુ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ પાણીની તંગી સર્જાતા નગરજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે જેને લઈને વડનગરના નગરસેવક ગિરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે, " વિસનગર તરફ યોજનાનું પાણી ચાલુ કરતા વડનગરને પાણીની તંગી સર્જાઈ છે."
તેમણે વધુમાં જણાવ્યું કે, "શહેરમાં પાણીની બૂમો પડી રહી છે.અમારી રજૂઆત સાંભળતું નથી.જો પ્રશ્ન હલ નહીં થાય તો આંદોલન કરાશે." કેટલાક વિસ્તારોમાં તો પાણી બિલકુલ આવતું નથી . ધરોઈ જૂથ પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે મોઢેરાથી આવતી નર્મદા પાઇપ લાઇનમાં ખામી સર્જાતા વિસનગરમાં પાણી પહોંચતું બંધ થઈ ગયું હતું એટલે ધરોઈનુ પાણી વિસનગર પહોંચાડાય છે એટલે વડનગર ને ફ્લો ઓછો મળે છે.ટૂંક સમયમાં સમસ્યા હલ થઇ જશે . વડનગરમાં તહેવાર ટાણે જ પાણીના ધાંધિયા સર્જાતા લોકો હેરાન થઈ ગયા છે.