લ્યો બોલો ! માત્ર ચાર વર્ષમાં ઓવર બ્રિજ પરનો ડામર ધોવાઈ ગયો : ચાલકો ત્રાહિમામ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : મહેસાણા-અમદાવાદ હાઈવે પ૨ આવેલા નંદાસણ ઓવરબ્રિજ પરનો ડામર રોડ ચાર વર્ષમાં જ ધોવાઈ ગયો છે. એમાંય છેલ્લા એક માસથી 100 મીટર સુધીના મોટાં ગાબડાં પડી જતાં વાહનો પટકાતાં હોઈ વાહનચાલકો ભારે પરેશાન થઈ ઉઠ્યા છે. તેમ છતાં હાઈવે ઓથોરિટી ગાબડાં રિપેર કરવાને બદલે આડશો મૂકી આંખ આડા કાન કરી રહી છે.
કડીના નંદાસણ ખાતે ચાર પર ટ્રાફિકની સમસ્યાને હલ રાજ્ય સરકારે ચાર વર્ષ અગાઉ જુલાઈ 2019માં કરોડોના તૈયા૨ ઓવરબ્રિજનું લોકાર્પણ હતું. તેના બે વર્ષ પછી ઓવરબ્રિજ પરના ડામર રોડ પર ગાબડાં પડવાનું શરૂ થઈ ગયું હતું. ચાર વર્ષ બાદ હાલમાં ઓવરબ્રિજ પરનો ડામર રોડ સંપૂર્ણ ધોવાઈ ગયો છે. 100 મીટરથી 200 મીટર સુધી રોડ ધોવાઈ જતાં ગાબડાં પડી જતાં છેલ્લા
રસ્તા એક માસથી હાઈવે ઓથોરિટીએ કરવા આડશો મૂકી જાણે અકસ્માતની રાહ જોઈ રહ્યું છે. દ્વિચક્રી વાહન ખર્ચે ચાલકોની કમરના મણકાં ખસી કર્યું જાય તેવા ગાબડાંથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. માઉન્ટ આબુ, રાજસ્થાન તરફના મુખ્ય ધોરીમાર્ગ પરના ઓવરબ્રિજ ૫૨ 24 કલાક ટ્રાફિક ચાલુ રહેતો હોવા છતાં હાઈવે ઓથોરિટી રોડ રિપેર કરવા મામલે ઉપેક્ષા સેવી રહી છે, જે અકસ્માત નોંતરી શકે છે.