દિવાળી કાઉન્ટ ડાઉન : સુરતીઓને માદરે વતન પહોંચાડવા એસ. ટી વિભાગનું મહત્વનું આયોજન : જાણો - કઈ બસ ક્યાંથી ઉપડશે ? કેવી રીતે થશે બુકિંગ ?

રાજ્ય વાહન વ્યવહાર મંત્રીએ એસટી વિભાગના કર્મચારીઓની કામગીરીને બિરદાવી
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ ) : દિવાળી પર્વને લઈને તાજેતરમાં રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે સુરતમાં રહેતા વિવિધ પ્રાંતના લોકોને દિવાળી પર્વ નિમિત્તે પોતાના માદરે વતન પહોંચાડવા માટે એસટી વિભાગ દ્વારા એસટી બસોની જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની માહિતી પૂરી પાડી હતી.
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગ ધ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે તા.૧૬/૧૦/૨૦૨૫ થી તા.૧૯/૧૦/૨૦૨૫ દરમ્યાન સાંજે ૦૪.૦૦ થી રાત્રે ૧૦.૦૦ કલાકથી સુધી એક્સ્ટ્રા બસોનુ સંચાલન હાથ ધરવામાં આવશે.
સુરત શહેરમા વસતા સૌરાષ્ટ, ઉતર ગુજરાત ના રત્નકલાકારો તેમજ દાહોદ પંચમહાલના શ્રમજીવીઓને પોતાના વતનમાં જવા માટે ૧૬૦૦ જેટલી એકસ્ટ્રા બસો નું આયોજન કરવામાં આવેલ છે.
ગતવર્ષે પણ દિવાળી ઉપર સુરત એસ.ટી.વિભાગ સુરત દ્વારા કુલ ૧૩૫૯ ટ્રીપોનું સંચાલન કરી ૮૬૫૯૯ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળે પહોચાડેલ અને નિગમે કુલ રૂ.૨.૫૭ ( બે કરોડ સત્તાવન લાખ) આવક મેળવેલ છે.
કઈ બસ ક્યાંથી ઉપડશે ?
- સૌરાષ્ટ્ર માટે રામચોક મોટા વરાછા સુરત ખાતેથી ઉપાડવામાં આવશે..
- ઉત્તર ગુજરાત તથા અમદાવાદ માટે સુરત સેંટ્રલ બસ સ્ટેશન ખાતેથી ઉપાડવામાં આવશે.
- દાહોદ તથા પંચમહાલ ના શ્રમજીવીઓ માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના સુરત સીટી બસ સ્ટેશન ખાતેથી તેમજ રામનગર રાંદેર રોડ સુરત ખાતેથી ઉપાડવામાં આવશે.
કેવી રીતે થઈ શકશે બુકિંગ
એકસ્ટ્રા ઉપડનાર બસોનુ બુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ બસ સ્ટેશન, ઉધના બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેન્ડ, કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસ.ટી.દ્વારા નિમવામા આવેલ બુકિંગ એજન્ટો,મોબાઇલ એપ, તથા નિગમની વેબસાઇટ www.gsrtc.in ઉપરથી પણ ઓનલાઇન ટીકીટનુ બુકિંગ કરી શકાશે
ગ્રુપ બુકિંગ થી મળશે આ ફાયદો
આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારને "એસ.ટી. આપના દ્વારે" અનુસાર તેઓને તેમની સોસાયટી થી તેમના વતન સુધી પહોચાડવામાં આવશે.
વિવિધ બસો નું ભાડું
બસ રૂટ. કુલ ભાડું
અમરેલી 440
સાવરકુંડલા 470
ભાવનગર. 385
મહુવા. 450
ગારીયાધાર. 425
રાજકોટ 425
જુનાગઢ 480
જામનગર 490
ઉના 525
અમદાવાદ 310
ડીસા 425
પાલનપુર 410
દાહોદ. 340
ઓલપાડ દાહોદ 345
ઓલપાડ ઝાલોદ. 350
ઝાલોદ 345
કવાંટ. 290
છોટાઉદેપુર 305
લુણાવાડા 315