સુરત : મ્યુનિસિપલ કમિશ્નરની સંવેદના છલકાઈ : પૂર ગ્રસ્ત લોકોનાં હમદર્દ બન્યાં

સુરત : મ્યુનિસિપલ કમિશ્નરની સંવેદના છલકાઈ : પૂર ગ્રસ્ત લોકોનાં હમદર્દ બન્યાં

મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ એ વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

પૂરગ્રસ્ત વિસ્તારના બાળકોને સરકારી યોજનાનો લાભ અપાવવા ઝોનના તંત્રને સૂચના

શિક્ષાથી વંચિત બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરવા પણ આદેશ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ ) : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પગલે સુરતમાં ખાડી પુરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલીની અગ્રવાલ લોકોની વ્હારે દોડી ગયા હતા. કમિશનર શાલીની અગ્રવાલ એ પૂર ગ્રસ્ત વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ અને તાત્કાલિક ધોરણે લોકોને સહાય પહોંચાડવા માટે સરાહનીય કામગીરી કરી હતી.

મનપા કમિશનર શાલિની અગ્રવાલે અસરગ્રસ્ત સ્લમ વિસ્તારોની અંદરની શેરીઓ સુધી જઇને લોકો સાથે સંવાદ કર્યો હતો. ત્યારે મનપા કમિશનરનું વહીવટીતંત્રના વડાથી અલગ સંવેદના નિતરતું વ્યક્તિત્વ બહાર આવ્યું છે. ખાસ કરીને મહિલા અને બાળકો માટે જરૂરી વ્યવસ્થા કરવા મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે આદેશો આપ્યા છે.

તેઓ આંબેડકર નગર વસાહતની આતંરિક ગલીઓમાં ફર્યા હતા અને આરોગ્ય વિષયક કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. સાથે સાથે આ વિસ્તારના બાળકો કે જેઓના માતા-પિતા કે પછી બંને અથવા કોઇ એક પણ હયાત ન હોય તેઓ પ્રત્યે સંવેદના વ્યકત કરી તેઓને પાલક માતાપિતા યોજનાનો લાભ અપાવવા અંગે ઝોન કક્ષાએ કલેક્ટર કચેરી સાથે સંકલન કરવા માટે જણાવ્યું હતું. શિક્ષણવંચિત બાળકોનું કાઉન્સેલિંગ કરી શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવા આદેશ આપ્યા હતા.