સુરત : ખાડી પૂરમાં ભાજપના કેટલાક ધારાસભ્યો ખોવાયા : મેયર અને કોર્પોરેટરો મેદાનમાં ઉતર્યા

સુરત : ખાડી પૂરમાં ભાજપના કેટલાક ધારાસભ્યો ખોવાયા : મેયર અને કોર્પોરેટરો મેદાનમાં ઉતર્યા

ખાડી પૂર ની સ્થિતિ માં પણ કેટલાક ધારાસભ્યો ન દેખાય

તો વળી કેટલાક ધારાસભ્યએ માત્ર ફોટો સેશન પૂરતી હાજરી આપી

લોકોમાં આવા તકસાધુ ધારાસભ્યો સામે ભારે રોષ

સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ અને સુરત પોલીસ કમિશનર પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની વ્હારે દોડી આવ્યા

મેયર અને કોર્પોરેટરોના મેદાનમાં ઉતર્યા : લોકોને જરૂરી મદદ અને ફૂડ પેકેટ પહોચાડ્યા

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના & દિખા સો લિખા) : સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ સતત ત્રણ ચાર દિવસ સુધી ઘમરોળ્યું હતું. ત્યારે સુરતમાં ખાડીપુર ની સ્થિતિ સર્જાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને લઈને લોકો કપરી પરિસ્થિતિમાં મુકાયા હતા.

સુરત ના ખાડી પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા હતા. ત્યારે સમગ્ર પરિસ્થિતિ ને ધ્યાને લઈને સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ, સુરત પોલીસ કમિશનર તેમજ મેયર અને કોર્પોરેટરો સમગ્ર પરિસ્થિતિ માં શક્ય હોય તે પ્રમાણે લોકોની મદદ એ પહોંચ્યા હતા અને જરૂર જણાય ત્યાં લોકોને ફૂડ પેકેટો પણ વેચાતા આ ઉપરાંત વધારે પરિસ્થિતિ ખરાબ હોય એ વિસ્તારના લોકોને શેલ્ટર હોમમાં અથવા સુરક્ષિત જગ્યાઓએ ખસેડાયા હતા.

સૌથી દુઃખદ બાબત એ છે કે સુરતમાં સર્જાયેલી ખાડી પૂરની પરિસ્થિતિને કારણે અનેક લોકો જ્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે સુરતના કહેવાતા ભાજપના ધારાસભ્યો માંથી કેટલાક ધારાસભ્યો જોવા મળ્યા ન હતા. તો વળી કેટલાક ધારાસભ્યોએ માત્ર ફોટો સેશન કરીને ચાલતી પકડી હતી. મુશ્કેલીના સમયે પ્રજાની સાથે ન રહેનાર આવા તક સાધુ નેતાઓ માત્ર વોટબેંકની રાજનીતિ કરીને પોતાનો રોટલો શેકતા હોય છે. ત્યારે ભાજપ ના હાઈકમાંડે આવા તક સાધુઓને ઓળખીને તેમને બરાબર પાઠ ભણાવવો જોઈએ.