ઊંઝા : ડૉ આશાબેન પટેલ સરકારી સાયન્સ કોલેજના નવા ભવનનું આજે ખાતમુહૂર્ત
ઊંઝાના વિકાસમાં રહ્યું છે સ્વ.ડો. આશાબેન પટેલ નું મહત્વનું યોગદાન
ઊંઝા ને શિક્ષણ ક્ષેત્રે અપાવી હતી નવી ઓળખ
ઊંઝા ને અપાવી હતી સરકારી સાયન્સ કોલેજ ની ભેટ
ડો.આશાબેન પટેલના નિધન બાદ સરકારે આ કોલેજને 'ડો.આશાબેન પટેલ સરકારી સાયન્સ કોલેજ ' નામ આપ્યું
વર્તમાન ધારાસભ્યના હસ્તે આજે થશે નવા ભવનનું ખાતમુહૂર્ત
એપીએમસી ના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલના પ્રયત્નો રહ્યા છે પ્રશંસનીય
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝાના વિકાસમાં પૂર્વ ધારાસભ્ય સ્વ. ડો. આશાબેન પટેલ નું યોગદાન ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે જેમાં ખાસ કરીને ઊંઝાને શિક્ષણ ક્ષેત્રે એક આગવી ઓળખ અપાવવા માટે ડો. આશાબેન પટેલે પોતાના અથાક પ્રયત્નો કર્યા હતા અને ઊંઝા ને સરકારી સાયન્સ કોલેજની ભેટ અપાવી હતી.
જો કે ડો. આશાબેન પટેલના નિધન બાદ સરકારે સરકારી સાયન્સ કોલેજ ને ડો. આશાબેન પટેલ સરકારી સાયન્સ કોલેજ નામ આપ્યું હતું.ત્યારે હવે આ કોલેજના નવા બિલ્ડિંગ માટેનું ખાતમુહૂર્ત આજે ઊંઝા ના વર્તમાન ધારાસભ્યના હસ્તે થવા જઈ રહ્યું છે. ઊંઝા એપીએમસી ના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી સરકારી સાયન્સ કોલેજને ડો. આશાબેન પટેલ ના નામ સાથે જોડવામાં આવ્યું હતું.