કાનાફૂસી ! વડનગર શહેર ભાજપ પ્રમુખ ક્યારે બદલાશે ? જિલ્લા ભાજપ પ્રમુખે આપ્યો ગોળ ગોળ જવાબ, જાણો શું કહ્યું ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખૂબ જ મજબૂત બની રહ્યું છે. ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. આ વખતે ગુજરાતમાં 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે 156 સીટ પ્રાપ્ત કરીને એક નવો જ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. પરંતુ કમનસીબ ની વાત એ છે કે પ્રધાનમંત્રી મોદીના હોમ ટાઉનમાં ભાજપ દિવસે દિવસે નબળું પડી રહ્યું છે જેના માટે જવાબદાર કોણ ? એ મહત્વનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના હોમ ટાઉનમાં ભાજપમાં છુપા આંતરિક ડખાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. કાર્યકરોમાં ક્યાંક ને ક્યાંક ભારે છૂપો અસંતોષ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ધારાસભ્યની નિષ્ક્રિયતા ઉપરાંત શહેર સંગઠનના પ્રમુખ હોદેદારો ની પણ અણ આવડતને કારણે અનેક કાર્યક્રમોમાં નાના-મોટા વિવાદો બહાર આવતા રહે છે. ત્યારે વડનગર શહેર પ્રમુખની ટર્મ ને ત્રણ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ હજુ નહીં બદલાયા હોવાને કારણે કાર્યકરોમાં અંદરો અંદર અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે.
ત્યારે આ બાજુ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર ને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે સંગઠન પર્વ આવે ત્યારે સંગઠનમાં નાના મોટા ફેરફારો થતા હોય છે. તો બીજી બાજુ જિલ્લા ભાજપ સંગઠનના જ મહત્વના હોદ્દેદારે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ત્રણ વર્ષ પછી શહેર પ્રમુખની ની ટર્મ બદલાતી હોય છે. આમ જિલ્લા ભાજપ સંગઠનના જ બે મહત્વના હોદ્દેદારોના નિવેદનો વિરોધાભાસી રહ્યા છે ત્યારે સત્ય શું સમજવું ?