સુરત : પ્રથમ ગ્રાસે મક્ષિકા : મેયર સાહેબ નો દાવો ખોટો પડ્યો : પ્રિમોન્સૂન કામગીરીની ખુલી ગઈ પોલ

સુરત : પ્રથમ ગ્રાસે મક્ષિકા : મેયર સાહેબ નો દાવો ખોટો પડ્યો : પ્રિમોન્સૂન કામગીરીની ખુલી ગઈ પોલ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના & દિખા સો લિખા) : હવે ટૂંક સમયમાં ચોમાસુ શરૂ થવાની તૈયારી છે ત્યારે હાલમાં પણ ભારે ગરમી બાદ ઘણી જગ્યાએ છુટા છવાયા વરસાદ ના ઝાપટા પડવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે આજે વહેલી સવારે સુરતમાં મેઘરાજાએ ગાજ વીજ સાથે ધબધબાટી બોલાવી હતી અને અનેક ઠેકાણે પાણી ભરાવવાની ઘટનાઓ સામે આવી છે.

ચર્ચાતી વિગતો મુજબ, સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અંગે મેયર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ વખતે પ્રિમોન્સૂન ની કામગીરી જોતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાશે નહીં. પરંતુ મેયરનો આ દાવો ' પ્રથમ ગ્રાસે મક્ષિકા ' જેવો સાબિત થયો છે. 

આજે વહેલી સવારે પડેલા વરસાદને લઈને સુરતના અનેક વિસ્તારોમાં ઠેક ઠેકાણે પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે. જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે એકવાર ફરીથી મહાનગર પાલિકાની પ્રીમન્સૂન કામગીરી સામે સવાલ ઊભા થયા છે. શું મહાનગરપાલિકા માત્ર કાગળ ઉપર જ  કામગીરી બતાવીને સંતોષ માની લે છે ? શહેરની જવાબદારી જેમના શિરે છે એવા મેયર દ્વારા મહાનગરપાલિકાની પ્રીમન્સૂન કામગીરી અંગે વિવિધ વિસ્તારોમાં જઈને તપાસ કરવામાં આવે છે ખરી  કે પછી માત્ર એસી ઓફિસોમાં બેસીને મસ્ મોટા દાવાઓ કરીને ખોટા આશ્વાસનો જ આપવામાં આવે છે ? જે હોય તે પણ આજે પડેલા વરસાદે મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે.