ઊંઝા : વિધાનસભા વિસ્તારમાં યોજાતા સરકારી કાર્યક્રમમાં અવારનવાર ધારાસભ્યની ગેરહાજરીને લઈ તર્ક વિતર્ક

ઊંઝા : વિધાનસભા વિસ્તારમાં યોજાતા સરકારી કાર્યક્રમમાં અવારનવાર ધારાસભ્યની ગેરહાજરીને લઈ તર્ક વિતર્ક

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના & દિખા સો લિખા) : ઊંઝા ના ધારાસભ્યની નિષ્ક્રિયતાને કારણે આ પંથક છેલ્લા કેટલાય સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આ વિસ્તારના રોડ રસ્તાઓ થી લઈને અનેક સમસ્યાઓ ઠેર ને ઠેર છે.પરંતુ ધારાસભ્ય સમસ્યાઓના ઉકેલ લાવવાને બદલે માત્ર અને માત્ર પોતાના રાજકીય સોગઠા ગોઠવવામાં જ રસ ધરાવતા હોય તેવું લાગી રહ્યું છે.

વિવાદોમાં રહેતા ધારાસભ્ય અવાર નવાર વિધાનસભા વિસ્તારમાં યોજાતા સરકારી કાર્યક્રમોમાં પણ આવવાનું ટાળતા હોવાનું જાણવા મળ્યું છે. સમય અગાઉ કૃષિ રથ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય મુખ્ય સ્થાને હતા.અધિકારીઓએ ઘણા સમય સુધી રાહ જોઈ પરંતુ ધારાસભ્ય કાર્યક્રમમાં ફરક્યા જ નહીં.

વળી તાજેતરમાં 'શુભયાત્રા-સ્વચ્છ યાત્રા'અંતર્ગત એસટી ડેપોમાં  સ્વચ્છતા અંગે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં  શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પણ ધારાસભ્યને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ ધારાસભ્ય કાર્યક્રમમાં હાજર રહ્યા હતા નહીં.ત્યારે સરકારી કાર્યક્રમોમાં પણ ધારાસભ્યની અવાર નવાર ગેરહાજરી અનેક સવાલો ખડા કરે છે.! સવાલ એ થાય છે કે શું ખરેખર આવું સંજોગોવસાત બને છે કે પછી ધારાસભ્ય જાણી જોઈને કાર્યક્રમોમાં આવવાનું ટાળી રહ્યા છે ?