Breaking: ઊંઝા નગર પાલિકાની પ્રતિષ્ઠામાં થયો વધારો : મળ્યું મહત્વનું પ્રમાણપત્ર

Breaking: ઊંઝા નગર પાલિકાની પ્રતિષ્ઠામાં થયો વધારો : મળ્યું મહત્વનું પ્રમાણપત્ર

ઊંઝા નગરપાલિકાને ISO 9001:2015 પ્રમાણપત્ર પ્રાપ્ત થયું

દીક્ષિતભાઈ પટેલ છે ઊંઝા નગરપાલિકાના પ્રમુખ

ઊંઝા નગરપાલિકા ઉત્તર ગુજરાતની સૌપ્રથમ iso સર્ટિફાઇડ નગરપાલિકા બની

નગરપાલિકા આઇએસઓ સર્ટિફાઇડ બનવાથી વહીવટ પારદર્શક બનશે તેમ જ કર્મચારીઓનું મનોબળ વધશે : દીક્ષિત ભાઈ પટેલ, પ્રમુખ નગરપાલિકા

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ઊંઝા નગર પાલિકામાં જ્યારથી દિક્ષીતભાઈ પટેલે પ્રમુખપદ નો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી પાલિકાની યશ કલગીમાં સતત ઉમેરો થઈ રહ્યો છે.ત્યારે નગર પાલિકાને  ISO 9001:2015 પ્રાપ્ત થતાં સમગ્ર ગુજરાતમાં ઊંઝા નગર પાલિકા સૌથી અગ્રણી હરોળ ની પાલિકા બની છે.

ઊંઝા નગર. પાલિકા ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ ISO સર્ટિફાઇડ પાલિકા બનતાં શહેરનું ગૌરવ વધ્યું છે.ઊંઝા નગર પાલિકાને 6 નવેમ્બર 2023 ના રોજ આ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.પાલિકાની વહીવટીય કામગીરી ની પારદર્શિતા સ્પષ્ટ થશે. જાહેર ફરિયાદોનો નિકાલ, જન્મ-મૃત્યુના પ્રમાણપત્રોનું સંચાલન અને સંકલિત વિકાસ અને સ્વચ્છતા બાબતે સુચારુ સંચાલન થશે.

અત્રે નોંધનીય છે કે, ISO (ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઈઝેશન ) એ એક સ્વતંત્ર સંસ્થા છે જેમાં વિશ્વભરના લગભગ 160 દેશો સભ્યપદ ધરાવે છે. આ સંસ્થા વ્યવસાયો દ્વારા પ્રદાન કરવામાં આવતા ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તા, સલામતી અને કાર્યક્ષમતા તપાસે છે અને તેમને પ્રમાણપત્રો (ગુણવત્તા ધોરણો) જારી કરે છે.