વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા આજથી એસ.ટી.બસોમાં ' શુભ યાત્રા - સ્વચ્છ યાત્રા ' અભિયાન નો થશે પ્રારંભ
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે અભિયાનનો થશે પ્રારંભ
તમામ બસોમાં મુકાશે ડસ્ટબિન
વલ્લભ કાકડીયા વાહન વ્યવહાર મંત્રી હતા ત્યારે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા એસટી બસમાં ડસ્ટબીન મૂકવા વિચાર રજૂ કરાયો હતો.
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ગાંધીનગર : રાજયના એસ.ટી.નિગમ દ્વારા એસ.ટી. બસ અને બસ સ્ટેશનમાં સ્વચ્છતા જળવાઈ તેટલા માટે"શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” અભિયાનનો આરંભ કરાશે. આ અભિયાનનો આરંભ તા.2 ડિસેમ્બરથી ગાંધીનગર ખાતે રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી કરાવશે. આ અભિયાન હેઠળ એસ.ટી. બસને કલરકામ, રીપેરીંગ, સીટ રીપેરીંગ, ટોઇલેટ બ્લોક અપગ્રેડેશન સહિતની કામગીરી હાથ ધરાશે.
ઉપરાંત અત્યારે 1681 બસમાં ડસ્ટબીન છે,પણ આગામી 10 દિવસમાં તમામ. બસમાં ડસ્ટબીન મુકાશે.સ્વચ્છતા અભિયાન હેઠળ એસ.ટી.નિગમની તમામ 8269 બસમાં સ્વચ્છતા અને બસ સ્ટેશનમાં સ્વછતા કરાશે. એસ.ટી.બસ સ્ટેશન પર ટોઈલેટની ગંદકીના ફરિયાદો નિગમને મળે છે. આથી રાજ્યના તમામ 262 બસ સ્ટેશનો ખાતે ટોઈલેટ બ્લોકના અપગ્રેડેશનની કામગીરી આગામી 100 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.