ગુજરાત ભાજપમાં ચર્ચાતો સવાલ : સી આર પાટીલના અનુગામી કોણ હશે ? ભાજપ પ્રદેશ પ્રમુખ નુ નામ કેમ જાહેર થતું નથી ?

ગુજરાત ભાજપમાં ચર્ચાતો સવાલ :  સી આર પાટીલના અનુગામી કોણ હશે ? ભાજપ પ્રદેશ પ્રમુખ નુ નામ કેમ જાહેર થતું નથી ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ નો કાર્યકાળ છેલ્લા કેટલાય સમયથી પૂર્ણ થઈ ગયો છે ત્યારે નવા ભાજપ પ્રદેશ પ્રમુખ ના નામની જાહેરાતને લઈને અનેક સમયથી ઘણી બધી અટકળો ચાલી રહી છે પરંતુ હજુ સુધી પ્રદેશ પ્રમુખ ના નામની જાહેરાત કરવામાં આવી નથી. જેને લઈને ક્યાંક ને ક્યાંક કોકડું ગુંચવાયું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. 

તો બીજી બાજુ રાજકીય પંડિતોનું એવું માનવું છે કે હાલમાં ગુજરાત ભાજપ સંગઠનમાં પાટીલ પછી કોઈ મજબૂત ગજાના ઉમેદવાર ભાજપને દેખાતા ન હોય તેવું માનીએ તો કદાચ ભાજપ સી.આર.પાટીલ બાદ એવા નામની જાહેરાત કરી શકે છે જેને લઈને પાર્ટીમાં અંદરો અંદર કોઈ વિવાદ ન સર્જાય. કદાચ પાટીલ પછી બીજા ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે પણ કોઈ અકલ્પનીય નામની જાહેરાત થાય તો નવાઈ નહીં !

જોકે રાજકીય સંગઠનોમાં અંદરો અંદર મતભેદ હોય તે સ્વાભાવિક છે. પરંતુ ભાજપ સત્તામાં છે ત્યારે પદ મેળવવા માટે ટાંટીયા ખેચની સ્પર્ધા હોય એમાં કંઈ નવાઈ નથી. ત્યારે ગુજરાત માંથી ભાજપ એવા નામની શોધમાં છે કે જેની જાહેરાત કરવામાં આવે તો પક્ષમાં દાવાનળ જેવી સ્થિતિનું નિર્માણ ન થાય. અને જેમ પાટીલ એક જ લાકડીએ બધાને હાકે છે એ રીતે પક્ષ સારી રીતે ચાલી શકે તેમ જ આવનાર ચૂંટણીઓમાં ધાર્યું પરિણામ મેળવી શકે. હવે આવા નામ માટે ભાજપ કદાચ સી.આર.પાટીલ પછી પ્રદેશ પ્રમુખ પદે પાટીલ જેવા જ કોઈ બીજા અકલ્પનીય નામની જાહેરાત કરે તો નવાઈ નહીં !