ઊંઝા APMC થશે બિન હરીફ ? ભાજપના દિગજજ નેતાએ આપ્યું મહત્વનું નિવેદન ? જાણો

ઊંઝા APMC થશે બિન હરીફ ? ભાજપના દિગજજ  નેતાએ આપ્યું મહત્વનું નિવેદન ? જાણો

ઊંઝા APMC ૧૫ બેઠકોની ચુંટણી માટે ૧૦૦ ફોર્મ ભરાયાં...

ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૭૪ ફોર્મ ભરાયા ..

વેપારી વિભાગની ૪ બેઠકો માટે ૨૪ ફોર્મ ભરાયાં ...

ખરીદ - વેચાણ વિભાગ ની ૧ બેઠક માટે ૨ ફોર્મ ભરાયાં ...

ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને ભાજપ જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોરે આપ્યું મહત્વનું નિવેદન

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ઊંઝા APMC ની ચુંટણી ને લઇ ભારે રસાકસી જોવા મળી રહી છે. ગઈકાલે 15 બેઠકો માટે 100 જેટલા ફોર્મ ભરાયા હતા અને આ ફોર્મ ભરનારા તમામ ભાજપના જ મુરતિયાઓ છે ત્યારે હવે સત્તા માટે ભાજપમાં જ ભારે જૂથવાદ જોવા મળી રહ્યો છે.

ઊંઝા APMC માં રાજકોટ વાળી ન થાય તે માટે ભાજપની પ્રદેશની નેતાગીરી પણ સક્રિય બની છે.જો કે મેન્ડેડ ને લઇ ખુદ ભાજપ જ વિમાસણ માં છે ત્યારે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા આ અંગે ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોર ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઊંઝા APMC બિન હરીફ થશે.પાર્ટી ના પ્રયત્નોથી ' ઘી ના ઠામ માં ઘી ઠરશે ' APMC માં સત્તા માટેની ભારે ખેંચતાણ ને જોતા આ સમયે આવેલું ભાજપ જિલ્લા પ્રમુખનું નિવેદન કંઇક અલગ જ ઈશારો કરી રહ્યું છે !