ઊંઝા APMC પૂર્વ ચેરમેન દિનેશ પટેલના નામે ફેંક ફેસબુક એકાઉન્ટ બનાવી પૈસાની માંગણી કરાતા ખળભળાટ

ઊંઝા APMC પૂર્વ ચેરમેન દિનેશ પટેલના નામે ફેંક ફેસબુક એકાઉન્ટ બનાવી પૈસાની માંગણી કરાતા ખળભળાટ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : હાલમાં ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને ભારે રસા કસી જોવા મળી રહી છે ત્યારે ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલનું ફેંક એકાઉન્ટ બનાવવાની ઘટના સામે આવી છે.

ઊંઝા APMC પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલે તેમના સોશિયલ મીડિયા facebook પેજ પ્લેટફોર્મ પર માહિતી આપતા જણાવ્યું છે કે તેમનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે અને તેમના નામે પૈસાની માગણી કરવામાં આવી હોવાના સ્ક્રીનશોટ પણ તેમણે પોતાના સોશિયલ મીડિયા ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યા છે. આ અંગે દિનેશભાઈ પટેલ આજે શુક્રવારે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવાના હોવાની માહિતી મળી છે.

દિનેશભાઈ પટેલે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તેમણે જણાવ્યું છે, " મારા નામનું કોઈએ ફેક એકાઉન્ટ બનાવી મારા ફોટાનો દૂર ઉપયોગ કરી મારા મિત્રો કે કાર્યકર્તાઓ પાસે રૂપિયાની માંગણી કરતું મારા ધ્યાને આવેલ છે. તો આવા બોગસ એકાઉન્ટ થી સાવધાન રહેવા વિનંતી છે. તેમના નામે જો કોઈ પણ પ્રકારની નાણા સહિતની માગણી કરવામાં આવે તો કોઈએ આ પ્રકારનો વ્યવહાર કરવો નહીં."