Breaking : PM મોદી ના માતા હીરા બા ની તબિયત નાદુરસ્ત, હોસ્પિટલમાં એડમિટ
મુખ્યમંત્રી હોસ્પિટલ પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજ સુધીમાં અમદાવાદ આવે તેવી શક્યતા
મોર્નિંગ ન્યૂઝ ફોકસ નેટવર્ક : શતાયુ એવા PM મોદીના માતા હીરાબાને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે . જેઓની તબિયત નાદુરસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે . જોકે આ અંગે સત્તાવાર વિગતો સામે નથી આવી . PM મોદીના માતા કે જેઓ 100 વર્ષના છે.
નોંધનીય છે કે , ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી મંગળવારે તેમના પરિવાર સાથે માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા . આ ઘટના કર્ણાટકના મૈસૂરમાં બની હતી . અકસ્માત સમયે તેમની સાથે કારમાં તેમની પત્ની , પુત્ર અને પુત્રવધૂ સહિત કુલ 5 વ્યક્તિ કારમાં હતા . કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં તેમના પુત્ર અને પુત્રવધૂને ઈજાઓ પહોંચી હોઇ તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.