સિદ્ધપુર : ઉદ્યોગમંત્રીને બળવંતસિંહ રાજપૂતના વિસ્તારમાં લોકો જીવના જોખમે કરે છે આ કામ, આંદોલનની કોણે આપી ચીમકી?

સિદ્ધપુર : ઉદ્યોગમંત્રીને બળવંતસિંહ રાજપૂતના વિસ્તારમાં લોકો જીવના જોખમે કરે છે આ કામ, આંદોલનની કોણે આપી ચીમકી?

મોર્નિંગ ન્યુઝ ફોકસ સિદ્ધપુર : સિધ્ધપુરના ધારાસભ્ય અને ઉદ્યોગ મંત્રી એવા બળવંતસિંહ રાજપૂતના મતવિસ્તારમાં લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેમાં અમદાવાદ-પાલનપુર નેશનલ હાઈવે ની બંને તરફ સિદ્ધપુર શહેર વિસ્તરેલું છે, ત્યારે અહીં અનેક ઠેકાણે ચાર રસ્તા પડે છે એટલે કે એક તરફથી બીજી તરફ જવા માટે લોકોએ નેશનલ હાઈવે ક્રોસ કરવો પડે છે. ત્યારે નેશનલ હાઈવે પર કોઈ પણ જગ્યાએ સ્પીડ બ્રેકર ન હોવાને પરિણામે અનેક વાર અકસ્માતોની ઘટનાઓ ઘટવાની હકીકત જાણવા મળી છે. એટલું જ નહીં પરંતુ કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે બીલીયાના પૂર્વ સરપંચ દિલીપભાઈ પટેલ દ્વારા આ અંગે સબંધિત વિભાગને પત્ર લખીને તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવા માટે ઉગ્ર રજૂઆત કરી છે અને જો આ રજૂઆત નહીં સંતોષાય તો છેવટે ગાંધી ચિંતા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

બિલિયાના પૂર્વ સરપંચ દિલીપ પટેલનો પત્ર

સવિનય સહ જય ભારત સાથે જણાવવાનું કે , સિધ્ધપુર શહેરમાંથી પસાર થતો પાલનપુર થી અમદાવાદ તરફનો હાઈવે આવેલો છે . જે હાઈવેની બંને બાજુમાં રહેણાંકનો વિસ્તાર , શાળાઓ , હોસ્પિટલો , સરકારી કચેરીઓ આવેલી છે . અને સદર હાઈવે ઉપર કાકોશી ચાર રસ્તા , તાવડીયા ચાર રસ્તા , દેથળી ચાર રસ્તા , ખોલવાડા ચાર રસ્તા તથા બિંદુ સરોવર બસ સ્ટેન્ડ આવેલ છે . આવા સદર હાઈવે ઉપર ચાર રસ્તા પડતા હોઈ જેથી સદર હાઈવે પર એકપણ સ્પીડ બ્રેકર ન હોવાને કારણે હાઈવે ઉપરથી પસાર થતા વાહનો ચાલકો બેફામ રીતે હાકલતા હોઈ આ બાબતે તમામ રહીશોને તથા શાળા જતા બાળકોને તેમજ વૃધ્ધોને હાઈવે ઉપરથી એક સાઈડથી બીજી સાઈડ જવા - આવવા માટે ભારેથી અતિભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે . જેથી આજરોજ તા .૧૯ / ૧૨ / ૨૦૨૨ ના રોજ દેથળી ચાર રસ્તા પાસે આવેલ એસ.ટી. પીકઅપ સ્ટેન્ડે બસની રાહ જોઈને ઉભેલ એક ઈસમને કોઈ અજાણ્યા વાહન ચાલકે જે બેકામ રીતે આવતા હોઈ તેઓને ટકકર મારી જેથી બસની રાહ જોઈને ઉભેલ ઈસમ આજરોજ ભયંકર રીતે ઘાયલ થતાં જેઓ સ્થળ ઉપર જ મૃત્યું પામેલ છે . જેથી આપ સાહેબને વિનંતી સહ અરજ છે કે , આવા પ્રકારના અનેક પ્રકારના નાના – મોટા અકસ્માતો બનેલ છે . કેટલાક લોકો મોતને પણ ભેટેલ છે . જેથી આવી ભયંકર હોનારત ન બને તે હેતુસર આ ઉપરોકત જણાવેલ વિસ્તારોમાં સર્કલ પાસે સ્પીડ બ્રેકરો મુકવાની અતિ જરૂરીયાત હોઈ જેથી પ્રજાને મોતના મુંહમાંથી બચાવવા માટે આ અમારી માંગણી આપ સાહેબ ઘ્વારા દિન –૧૦ માં સંતોષવામાં આવે તેવી આપ સાહેબને જનહિત માટે અમારી માંગણીને યોગ્ય ધ્યાને લેવા નમ્ર અપીલ કરીએ છીએ . તો સદર આ ઉપરોકત બાબતની જનહિત માટેની અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમો અરજદાર આપ સાહેબશ્રીની કચેરી સામે અનશન ઉપર બેસવાની ફરજ પાડતાં અચકાશું નહીં . તેમજ સદર પત્રની રજુઆતથી હવેથી જો અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હવેથી આ ઉપરોકત જણાવેલ હાઈવે ઉપરના વિસ્તારોમાં કોઈપણ ભયંકર અકસ્માતની નોબત આવશે તો તેની તમામ પ્રકારની જવાબદારી જે જવાબદાર તંત્રની રહેશે . જેની આપ સાહેબે જનહિત માટે ગંભીર નોંધ લેવા વિનંતી સહ અરજ છે. . તારીખ : ૧૯ / ૧૨ / ર ૦ રર સ્થળઃ ગાંધીનગર