સોશ્યલ મીડિયામાં શિક્ષણ મંત્રીની ઝાટકણી કાઢી : યુઝર્સે કહ્યું અમારા નસીબ ફૂટ્યા, જાણો સમગ્ર મામલો
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લીખા) : ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા શિક્ષકોની કરાર આધારિત ભરતી કરવા ની જ્યારથી જાહેરાત કરવામાં આવી ત્યારથી યુવાનો માં શિક્ષણ મંત્રી પ્રત્યે ભારે આક્રોશ ની લાગણી જન્મી છે. ત્યારે આજે વાઘ સંરક્ષણ દિવસે જ્યારે શિક્ષણ મંત્રી દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી હતી ત્યારે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા શિક્ષણ મંત્રીની ભારે ઝાટકણી કાઢવામાં આવી છે.
શિક્ષણ મંત્રી દ્વારા વાઘ સંરક્ષણ અંગે જે પોસ્ટ મૂકવામાં આવી છે તેની નીચે કમેન્ટમાં સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા શિક્ષકોની કરાર આધારિત ભરતી સામે આક્રોશ ઠાલવતા આકરી ટીકાઓ કરવામાં આવી છે.જે નીચે મુજબ છે...
- વાઘ બચાવવાનું કામ તો પર્યાવરણ મંત્રી કરશે, તમે શિક્ષકો બચાવો તોયે ઘણું છે.
- પહેલા શિક્ષકો બચાવો, પછી વાઘ બચાવજો.સરકારી નોકરી લુપ્ત થવાના આરે છે.
- વાઘ દેખાય છે તો 30,000 યુવાનો નથી દેખાતા...
- જે માણસોની વેદના ન સમજી શકે એ પ્રાણીઓની વેદના શું સમજે ?
- જ્ઞાન સહાયક યોજના રદ કરો, કાયમી વિદ્યાસહાયક ભરતી કરો.
- વિદ્યાર્થીઓની વાત પણ સાંભળવામાં આવતી નથી આટલી હદે તાનાશાહી !
જોકે શિક્ષણ મંત્રી સામે યુઝર્સ દ્વારા જન આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો ત્યારે મળતી માહિતી મુજબ સુરતની એક ખાનગી સ્કૂલમાં શિક્ષકોને વેકેશનનો પગાર નહીં મળતા તેમણે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હોવા છતાં પણ શિક્ષણ મંત્રીએ આ અંગે કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં જરા પણ રસ દાખવ્યો ન હતો. જોકે ગુજરાતમાં શિક્ષણ દિન પ્રતિદિન કથળી રહ્યું છે તેમજ શિક્ષકો વિના વિદ્યાર્થીઓ કેવી રીતે ભણે એ પણ એક મોટો સવાલ છે !