ઊંઝા : નગર પાલિકાની ચૂંટણી ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ માટે પ્રતિષ્ઠાનો જંગ : ભાજપની ખરડાયેલી છબી જ ભાજપને ડુબાડશે ?

ઊંઝા : નગર પાલિકાની ચૂંટણી ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ માટે પ્રતિષ્ઠાનો જંગ : ભાજપની ખરડાયેલી છબી જ ભાજપને ડુબાડશે ?

અગાઉ પણ આ વોર્ડમાં અપક્ષ જીત્યું હતું.

ભાજપ શાસિત નગર પાલિકા શાસન કાળ થી જ રહી છે વિવાદોમાં.

અનેક કથિત કૌભાંડો બહાર આવતા નગરજનોમાં છે જન આક્રોશ

ભાજપના ધારાસભ્ય અને પાલિકા પ્રમુખની કામગીરી પણ નથી રહી નોધપાત્ર !

લોકોને પોતાના કામ માટે ખાવા પડે છે ધક્કા.

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : હાલમાં ઊંઝા નગરપાલિકાની વોર્ડ -2 ની ચૂંટણીનો જંગ જામ્યો છે. જેમાં ભાજપ અને અપક્ષ વચ્ચે સીધી લડાઈ છે ત્યારે હવે આ ચૂંટણી ભાજપના ધારાસભ્ય અને ઊંઝા નગરપાલિકાના પ્રમુખ માટે પ્રતિષ્ઠાનો વિષય બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા નગરપાલિકાની વોર્ડ નંબર 2 માં ખાલી પડેલી સીટ માટે ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ અને ઊંઝાના ધારાસભ્યનો આ વોર્ડ છે.આમ ભાજપના બંને દિગજજ નેતાઓ આ વોર્ડમાંથી આવે છે. ત્યારે હવે આ વોર્ડમાં જો એકવાર ફરીથી ભાજપ ચૂંટણી હારી જાય અને અપક્ષ જીતી જાય તો ભાજપની પ્રતિષ્ઠા ખડાઈ શકે છે.

જોકે હાલમાં બંને ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા જોર શોર થી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ જે રીતે ચૂંટણી પ્રચાર દરમિયાન અપક્ષને જન સમર્થન મળી રહ્યું છે તે જોતાં ભાજપમાં ક્યાંક ને ક્યાંક હારવાનો ડર હોય તેવું લાગી રહ્યું છે. બીજું કે ભાજપ દ્વારા તમામ કાર્યકરોને સાઈડ લાઈન કરીને એક એવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે કે જે ઉમેદવાર મોટાભાગે ભાજપના ખાસ કાર્યક્રમમાં દેખાયા સુદ્ધાં નથી. જોકે ભાજપના કાર્યક્રમો દરમિયાન તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી એવા કાર્યકરોને સાઈડ લાઈન કરીને જ્યારે અન્ય ને ટિકિટ આપવામાં આવે ત્યારે કાર્યકરોને મન દુઃખ થાય તે બાબત સ્વાભાવિક છે.

બીજી બાજુ ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકા પ્રમુખ ના શાસન દરમિયાન ઊંઝા નગરપાલિકા સતત વિવાદોમાં ઘેરાઈ રહી છે.એટલું જ નહીં નગરપાલિકા પ્રમુખ ખુદ પણ અનેક કથિત કૌભાંડ વિવાદોમાં રહ્યા છે બીજી બાજુ ધારાસભ્યની કામગીરી પણ કાઈ ખાસ નોંધપાત્ર હોય એવું લાગતું નથી. લોકોને પોતાના કામો માટે કચેરીઓના ધક્કા ખાવા પડે છે એટલું જ નહીં ઉંઝામાં છાશવારે છરીઓ અને તલવારો ઉડવાની ઘટનાઓ અનેક વાર બની ચૂકી છે. જેમાં કાયદો અને વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક કથળી હોવાનું પણ નગરજનો માની રહ્યા છે. ત્યારે હવે ભાજપની કામગીરી ક્યાંક ને ક્યાંક નગરજનો માટે સંતોષકારક રહેલી ન હોઇ નગરજનોમાં ક્યાંક ને ક્યાંક છૂપો રોષ જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે અગાઉ આ વોર્ડમાં અપક્ષ માંથી ભાવેશ પટેલ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા.પરંતુ તેમણે નગરપાલિકાના કૌભાંડો બહાર લાવતા તેમને પાલિકાના સત્તાધીશોએ સત્તાના જોરે પદ ઉપરથી સામ-દામ દંડ ભેદ ની નીતિ અખત્યાર કરીને દૂર કરાયા હતા. ત્યારે હવે ફરીથી એકવાર ભાજપ સામે અપક્ષ મેદાનમાં પડ્યું છે ત્યારે આ વખતે પણ જો અપક્ષ ઉમેદવાર જીતી જાય તો ભાજપ ની પ્રતિષ્ઠા ખડાઈ શકે છે.