ભાભર : આયુષ્યમાન આરોગ્ય મંદિર ખારી પાલડી ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો

ભાભર : આયુષ્યમાન આરોગ્ય મંદિર ખારી પાલડી ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( ગોપાલ પૂજારા -ભાભર ) તાલુકા આરોગ્ય અધિકારી ડો. હિતેન્દ્ર ઠાકોર અને કુવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો દર્શન દેસાઈ ના માર્ગદર્શન હેઠળ કુવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષમાન આરોગ્ય મંદિર ખારી પાલડી ના આઉટ રીચ વિસ્તારમા આરોગ્ય કેમ્પ યોજાયો હતો.

જેમાં 50 થી વધુ લાભાર્થીઓને આ નિદાન કેમ્પનો સેવાઓનો લાભ આપવામાં આવ્યો આ સર્વરોગ નિદાન કેમ્પમાં બી.પી. ડાયાબિટીસ અને અન્ય સામાન્ય સારવાર અને સલાહ. તાવ માટે લોહીની તપાસ. 70 થી વધુ ઉંમરના લાભાર્થીઓના PMJAY અને ABHA કાર્ડ કાઢવા જેવી વિવિધ સેવાઓ આપવામાં આવી હતી સાથે સાથે લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું 

આ કેમ્પમાં આયુષ મેડીકલ ઓફિસર ડો. નિકિતા પોરણીયા દ્વારા લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી કુવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ સુપરવાઈઝર ભીખાભાઈ પરમાર અને ફીમેલ સુપરવાઈઝર ચંદ્રિકા રાવલ દ્વારા આરોગ્ય શિક્ષણ નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આયુષમાન આરોગ્ય મંદિર ખારી પાલડીના આરોગ્ય કર્મચારી લાખાભાઈ દેસાઈ. જલપાબેન સોલંકી. અને આશા વર્કર બહેનો નીતાબેન ઠાકોર જડીબેન તેજીબેન દ્વારા કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.